GJ-18 ન્યુ ખાતે ક્રાઈમ રેસીયો વધ્યો
ટાયર ગેંગ સામે, પોલીસ કાયર કેમ ? ક્યારે કરશો ફાયર ?
GJ-18 ખાતે રિક્ષાના ટાયર ચોરતી ગેંગ સક્રીય, સેક્ટરો, ફ્લેટધારકો એ આવનારા દિવસોમાં ઉજાગરા કરવા પડે તો નવાઈ નહીં, ટાયર ચોરી કરતી ગેંગથી વાહન ચાલકો ત્રસ્ત, પોલીસ મસ્ત, ઉજાગરા કરવા પ્રજા વ્યસ્ત જેવા ઘાટ…
ગાંધીનગર
GJ-18 ન્યુ ખાતે ક્રાઇમ રેસીયો સડસડાટ વધી રહ્યો છે. ત્યારે ધોળાકુવા ખાતે ૩ રીક્ષા ટાયરો ચોરાઈ ગયા હોવાની માહિતી મળતા ટાયર ગેંગ સક્રીય થઈ છે. પેટ્રોલનો ભાવ વધારે,બાદ પેટ્રોલ ચોરી ગેંગ બાદ હવે ટાયર ચોરી ગેંગ સક્રિય થતાં હવે વાહનો ક્યાં ચુક્યા તે પ્રશ્ન છે.
ત્યારે ધોળાકુવા ખાતેના ગામમાં અલગ-અલગ જગ્યાએથી રિક્ષમાં ટાયરો ખોલીને ચોરી કરવામાં આવી છે. વાહનો ચોરતી ગેંગ ની હવે મોડસ ઓપરેન્ડી વાહનોના ટાયરો ની ચોરી કરતી ગેંગ બની છે. ત્યારે બહુ ગાજેલી, અને વાતોના વડા કરતી તથા પોલીસ પેટ્રોલિંગ નું સુરસુરિયું થઇ જવા પામ્યું છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનથી નજીક વિસ્તારમાં ટાયર ગેંગએ એક સાથે ત્રણ રીક્ષા ની અલગ અલગ જગ્યાએ એક વિસ્તારમાં ટાર્ગેટ બનાવી છે. હવે આવનારા દિવસોમાં ફ્લેટોના રહીશો,થી લઈને સેક્ટરના રહીશોએ વાહનોના ચોરતી ગેંગ સામે ઉજાગરા અને જાગરણ કરવું પડે તો નવાઈ નહીં, બાકી આરામ કરતી બિન્દાસ પોલીસને એક જ વિસ્તારમાંથી ત્રણ જગ્યાએ ટાયર ચોરતી ગેંગ સક્રિય થતાં ચર્ચાનો વિષય બન્યો છે.