બજેટ 2022-23 : AMCનું 696 કરોડના વધારા સાથે 8807 કરોડનું બજેટ રજૂ

Spread the love

મકરબા રેલ્વે ક્રોસિંગ

શહેરના મકરબા ખાતે 30 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ અને રામદેવ નગરથી ઈસ્કોન અન્ડરબ્રિજ પણ બનાવાશે

અમદાવાદ

અમદાવાદ મેયર કીરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટે.કમિટી ચેરમેન હિતેશ બારોટ તથા મ્યુ. કોર્પોરેશન ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ, ભા.જ.પ. દંડક અરૂણસિંહ રાજપુત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સને ૨૦૨૨-૨૩ના સ્ટેન્ડીંગ કમિટીએ તૈયાર કરેલ ‘અંદાજપત્ર -એ’ અંગે માહીતી આપતાં જણાવ્યુ હતુ કે, સ્ટે. કમિટીએ સુચવેલ ડ્રાફ્ટ બજેટમાં કુલ 696 કરોડ રૂપિયાનો વધારા સાથે કુલ ૮૮૦૭ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.જેમાં ૨૩૧.૫૪ કરોડ રૂ .ની વિકાસ કામો માટે ફાળવણી,૭૩૪.૫૪ કરોડની રેવન્યુ આવકમાં વધારો અને ૬૯૬.૦૪ કરોડનો ઘટાડાનો સમા વેશ થાય છે.મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રૂપિયા 8 હજાર 111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું.

શહેરના મકરબા ખાતે 30 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બનાવામાં આવશે. તે સિવાય પણ રામદેવ નગરથી ઈસ્કોન અન્ડરબ્રિજ પણ બનાવામાં આવશે. હાથીજણથી વિવેકાનંદમગર રિવરબ્રીજ બનાવવા માટે 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય પૂર્વ ભાગમાં અધ્યતન ટેક્નોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ બનાવવામાં આવશે.

મ્યુ. પ્રોપર્ટી ટેક્ષ-કોન્ઝરવન્સી ટેક્ષ તથા વોટર ટેક્ષના દરોમાં કોઇ જ વધારો નથી.વાહનવેરાનાં દરો યથાવત તથા તમામ ઈલેકટ્રીક વાહનોને વાહન વેરામાં ૧૦૦% રાહત,૭૦ ચો.મી.સુધીના રહેણાંકની તમામ મિલ્કતોમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૫% ટેક્ષ માફી, અ.મ્યુ.કો. હદ વિસ્તારમાં સમાવેશ થયેલ નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત જેમકે બોપલ-ઘુમા મ્યુનિસિપાલિટિ, ચીલોડા નરોડા (સીટી) ગ્રામ પંચાયત, કઠવાડા ગ્રામપંચાયતનો અનુક્રમે દક્ષિણ-પશ્ચિમઝોન, ઉત્તરઝોન, તથા પુર્વઝોનમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સનાથલ, વિશાલપુર, અસલાલી, ગેરતનગર, બીલાસિયા, રણાસણ, ખોડિયાર તથા નાના ચિલોડા, કઠવાડા વગેરે જેવા વિસ્તારોપણ સામેલ છે. આ તમામ વિસ્તારોને શીડયુલ-એ, પ્રકરણ-૮ ના નિયમ ૮ (છ) મુજબ વળતર આપવામાં આવેલ છે. સને ૨૦૨૨-૨૩ માં મ્યુનિ.કોર્પોરેશન બીલ્ડીંગોમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલોના મિલકતવેરામાં ૭૦% રીબેટ આપવામાં આવેલ છે.સને ૨૦૨૨-૨૩ માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા ફીઝીયોથેરાપી સેન્ટરના મિલકતવેરામાં ૭૦% રીબેટ, હાથીજણ ગામથી વિવેકાનંદ નગર ને જોડતો બે લેનનો માઇનર બ્રીજ બનાવવા માટે રૂા. ૩ કરોડ,અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ફતેહવાડી કેનાલ પર જુદી જુદી જગ્યા પર આવેલ જુના જર્જરીત થયેલ નાળાની જગ્યા ઉપર નવા બોક્ષ કલ્વર્ટ હયાત રોડ ની પહોળાઇ મુજબ બનાવવા રૂા. ૩.૦૦ કરોડ,હયાત જુના પાઇપ કલ્વર્ટને રોડની પહોળાઇ મુજબ પહોળા કરવા રૂ।. ૨.૦૦ કરોડ,શહેરમાં વસતા લોકોને પુરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે ઓઢવ વોર્ડ, સરખેજ વોર્ડ અને જરૂરીયાત મુજબ અન્ય વોર્ડમાં સર્વે કરી નવી ઓવર હેડ ટાંકી બનાવવા રૂા. ૬.૦૦ કરોડ, શહેરના નવા પશ્ચિમ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે નવા પશ્ચિમ ઝોનનાં વિવિધ વોર્ડ માટે ગોતા – ગોધાવી કેનાલને જોડતું સ્ટ્રોર્મ વોટર લાઈનનું નેટવર્ક તૈયાર કરવા રૂા. ૫.૦૦ કરોડ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના (૭૦:૨૦:૧૦) અનુસાર ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી થતા કામો માટે વધુ રૂા. ૧૦ કરોડ અને ઉત્તરઝોનના ઠક્કરબાપાનગર વોર્ડમાં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા માટે રૂ।. ૫.૦૦ કરોડ અને અમદાવાદ શહેરના જુદા જુદા ઝોનમાં શહેરીજનોની પાણીની સમસ્યાના નિરાકરણ માટે અન્ડર ગ્રાઉન્ડ ટાંકીઓ બનાવવા માટે રૂા. ૩.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

અ.મ્યુ.કો. હદ વિસ્તારમાં સમાવેશ થયેલ નવા વિસ્તારો બોપલ-ઘુમા, ચિલોડા, કઠવાડા સહિતના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ પુરી પાડવા માટે રૂા. ૫.૦૦ કરોડ અને સાંરગપુર અને કાલુપુર ગીચ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ છે તેને ધ્યાને લઇ આ વિસ્તારમાં પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત રહે તે માટે સાંરગપુર અને કાલુપુર ઓવરબ્રીજને પહોળો કરવા માટે ફીઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરવા માટે રૂા. ૧.૦૦ કરોડ ની જોગવાઇ કરવામાં આવેલ છે.

બાપુનગર વોર્ડમાં શ્રીજી વિદ્યાલયની પાછળ આવેલ પાણીની ટાંકીની સ્ટોરેજ કેપેસીટી વધારવા માટે અંદાજપત્રમાં રૂા. ૨.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.શહેરના પૂર્વ ભાગમાં નવો અદ્યતન ટેકનોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ બનાવવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. શહેરમાં વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં અધતન ટેકનોલોજીથી પ્લાસ્ટીક રોડ બનાવવા માટે અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જ્યા પાણી ભરાવવાની સમસ્યા હોય તેવા વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીથી પ્લાસ્ટીકનો રોડ બનાવવા માટે રૂા. ૧૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

લાલદરવાજા વિસ્તારમાં હયાત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કેપેસીટી વધારવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

૪ નંગ નવા સુપર સકર મશીન તેમજ ૪ નંગ નવા કમ્બાઇન્ડ મશીન ખરીદ કરવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

શહેર કોટ વિસ્તારમાં પોલ્યુશનનાં પ્રશ્નોના નિરાકરણ માટે પાણીની પાઈપ લાઈનો તથા ડ્રેનેજ લાઈનો બદલવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેરમાં નવા સમાવેશ થયેલ વિસ્તારોના ગામતળ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે વધુ રૂા. ૧૦ કરોડની અને મીની એસ.ટી.પી. ઉભા કરવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

સીટી એન્ટ્રીના માર્ગ ઉપર આવેલ ટ્રાફીક સર્કલ, આઇલેન્ડને થીમ બેઇઝ ડેવલપમેન્ટ કરવા માટે રૂ। ૩.૦૦ કરોડ અને એ.એમ.ટી.એસ. ટર્મીનલ ડેપો / અ.મ્યુ. કો.ની બિલ્ડીંગો ઉપર હાલમાં હયાત 1 Mega Watt સોલાર એનર્જી ઉત્પાદનમાં વધારો કરી ચાલુ 3 Mega Watt થી 5 Mega Watt સોલાર એનર્જી ઉત્પાદન કરવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. વર્ષમાં વધુ

ડ્રેનેજ પપીંગ સ્ટેશનોની ક્ષમતા વધારવા તથા અદ્યતન બનાવવા જુદા જુદા વિસ્તારમાં આવેલ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનો ખાતે નવી અદ્યતન ટેકનોલોજી વાળા પંપો બદલવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

ગ્યાસપુર ખાતે મૃત પશુઓ માટે સી.એન.જી. સંચાલીત ભટ્ટી સહિત સ્મશાન ગૃહ બનાવવા માટે ૩.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલોના આધુનિકરણ કરવા માટે રૂા. ૨.૦૦ કરોડ , ઉત્તરઝોનના કુબરેનગર વોર્ડમાં હેલ્થ સેન્ટર બનાવવાના કામ માટે રૂા. ૧.૦૦ કરોડ,

ઉત્તરઝોનના સરદારનગર વોર્ડમાં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના કામ માટે રૂા. ૧.૦૦ કરોડ,

મક્કતમપુરા વોર્ડમાં નવા સી.એચ.સી. સેન્ટર બનાવવા માટે રૂા. ૧.૦૦ કરોડ આમ, કુલ રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

ઐતિહાસિક હેરીટેજ ઇમોરતોની જાળવણી કરવા માટે રૂા. ૫.૦૦ કરોડ ની જોગવાઇ કરવામાં આવેલ છે.નરોડા વોર્ડના હંસપુરા વિસ્તાર, સરદારનનગર વોર્ડ, ગોમતીપુર વોર્ડમાં અજીત મીલની જગ્યામાં, સરસપુર રખિયાલ વોર્ડમાં રેવાભાઇ ગાર્ડનના પાછળના બિનઉપયોગી ભાગમાં રસોઈઘર, રૂમો તથા લાઈટીંગ અને આકર્ષક ગેટની સુવિધા સહિતના નવા ઓપન પાર્ટી પ્લોટ બનાવવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.સાબરમતી નદી ઉપર આવેલ ઐતિહાસિક જુના એલીસબ્રીજ(લક્કડીયા પુલ)ના બ્યુટીફીકેશન માટે ફીઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરવા માટે રૂા. ૦.૫૪ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

સરસપુર-રખિયાલ વોર્ડમાં આવેલ પૂર્વ ઝોનની જુની ઓફિસનું રિનોવેશન/રીપેરીંગ કરવામાટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

નરોડા વોર્ડમાં સ્નાનાગાર બનાવવા માટે રૂા. ૨.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.ઠક્કરબાપાનગર વોર્ડમાં જીમ્નેશીયમ બનાવવા માટે રૂા. ૨.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

ચાંદખેડા વોર્ડમાં વિસતમાતા તળાવ ડેવલપ કરવા રૂ।. ૧.૫૦ કરોડ આ રાણીપ વોર્ડમાં ન્યુ રાણીપ વિસ્તારના આવડીયા તળાવ ડેવલપ કરવા માટે રૂા. ૧.૫૦ કરોડ આમ, કુલ રૂા. ૩.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. ચાંદખેડા વોર્ડમાં ટી.પી. ૨૦માં અને નારણપુરા વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે સ્કૂલ દીઠ રૂા. ૨.૦૦ કરોડ એમ કુલ મળી રૂા. ૪.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.ચાંદખેડા વોર્ડના હયાત સ્મશાનગૃહને સી.એન.જી. ભટ્ટી સહીત ડેવલપ કરવા માટે રૂા. ૨.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

ચાંદખેડા વોર્ડમાં રમત-ગમતનું મેદાન ડેવલપ કરવા માટે રૂા. ૧.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

સરદારબાગના રીડેવલપમેન્ટ કરવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.સૈજપુર વોર્ડના વિસ્તારમાં મ્યુ. સ્કુલ બનાવવા માટે રૂા. ૨.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

ઓઢવ વોર્ડની ઓફીસ બનાવવા માટે રૂા. ૧.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં નીમ વન ડેવલપ કરવા માટે રૂા. ૧.૦૦ કરોડ અને શહેરના ચાંદખેડા વિસ્તારમાં ડી કેબીન તરફનો રસ્તાની બંને બાજુ ફુટપાથ પર પેવર બ્લોક લનાવી, સેન્ટ્રલ વર્જમાં યોગ્ય લાઇટીંગની વ્યવસ્થા કરવી તેમજ રોડનું બ્યુટીફીકેશન કરી ગૌરવપથ ડેવલપ કરવા માટે રૂા. ૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.ભોજન સમારંભોના અંતે વધેલું ભોજન જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવા એન.જી.ઓ. ને આ કામગીરી માટે ઇલેકટ્રીક વાહનની સુવિધા પુરી પાડવા માટે રૂા. ૦.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

રાયખડ વિસ્તારના જુના લાઇટ ખાતાના (ગાયકવાડ હવેલી રોડ સર્વે નં. ૧૯૩ સીટ નં. ૯૦માં) આશ ૫૩૮૫ ચો.મી. જેટલી ખુલ્લી જગ્યામાં ઉજાણી ગૃહ બનાવવા માટે રૂા. ૨.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

મક્તમપુરા વોર્ડમાં કોમ્યુનીટીહોલ કમ પાર્ટી પ્લોટ બનાવવા માટે રૂા. ૨.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

ચંડોળા તળાવને વિકસાવવા માટે જરૂરી આનુષાંગીક કાર્યવાહી કરવામાટે રૂ।. ૩.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. ઝીરો’ બજેટ હેઠળ રૂા. ૪૦.૦૦ કરોડની ફાળવણી, કાઉન્સીલરોને વાર્ષિક રૂા.૧૭ લાખ બજેટ ફાળવવાની દરખાસ્ત મ્યુ.કમિશનરશ્રીએ રજુ કરેલ છે. જે બજેટમાં રૂા. ૧૩ લાખનો વધારો કરી મ્યુનિ.કાઉન્સીલર બજેટ વાર્ષિક રૂા. ૩૦ લાખ કરવા માટે વધુ રૂા. ૨૪.૯૬ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

સ્પે. કમિટી ચેરમેનોના બજેટમાં રૂા. ૨૦ લાખ તેમજ ડે.ચેરમેનોના બજેટમાં રૂા. ૧૦ લાખ વધારો કરાયો છે.

સ્વચ્છ ભારત અભિયાન’’ ના નેજા હેઠળ શહેરમાં તમામ ઝોનમાં રાત્રી સફાઇની કામગીરી હાથ ધરવા માટે રૂા. ૩.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

એસ.ટી.પી. ખાતે ટર્મિનલ પંપીંગ સ્ટેશનની કેપેસીટી વધારવા ૧ કરોડ, દાણીલીમડા વોર્ડમાં નવી પબ્લિક લાયબ્રેરી બનાવવા માટે ૧ કરોડ ની ફાળવણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com