નવસારી કલેકટર કચેરી ખાતે મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયનો પ્રથમ મેહસૂલી મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, નાગરિકોના પ્રજાકિય પ્રશ્નોનો પ્રો એકટિવ થઇ નિકાલ કરવા રાજય સરકારનો નિર્ધાર છે. કોવિડના કપરા સમયમાં મહેસૂલી તંત્ર દ્વારા અને અન્ય તમામ વિભાગો દ્વારા થયેલ સુંદર કામગીરી અભિનંદનને પાત્ર છે. જેના કારણે આજે સમગ્ર દેશમાં ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ થઇ શક્યું છે.
મંત્રીશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે,ડિજિટલ અને ઓનલાઇન વ્યાપક વ્યવસ્થાઓ દ્વારા લોકોના કામ ઝડપ થી અને પારદર્શક રીતે,સરળતા થી થાય તેવું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના થી સરકારી યોજનાઓના લાભો માટે ખર્ચાળ સોગંદનામાં ની જાેગવાઇ નાબૂદ કરવામાં આવી છે અને મહેસુલી કાયદાઓને સરળ બનાવી ગરીબ ગણોતિયા અને ખેડૂતો ના અધિકારોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. પારદર્શક વહીવટ,ઝડપી ર્નિણય,ત્વરિત અમલ અને કોઈની દખલ વગર લોકોને સીધો લાભ મળે એ જ સુશાસન.
તેમણે અધિકારીઓને સૂચન કરતા કહ્યુ કે, મહેસૂલ સહિતના કેસમાં અધિકારીઓને હકારાત્મક અભિગમ અપનાવવો. નાગરિકોને તકલીફ ન પડે તે બાબતને ધ્યાને લેવી. લોકશાહીમાં નાગરિકો માટે સમયમર્યાદામાં બનતી ઝડપથી ચુકાદો આપવામાં આવે તે જરૂરી છે. ત્વરિત ર્નિણયથી વહીવટી પ્રક્રિયા ઝડપી થાય છે અને ફરિયાદનો નિકાલ થાય છે.
ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોને જનસુખાકારીના લાભો સમયસર મળી રહે એ માટે પ્રજાકિય પ્રશ્નોનો સંપૂર્ણ સંવેદના સાથે રાજય સરકાર કામ કરી રહી છે ત્યારે રાજયના નાગરિકોએ પણ મહત્તમ લાભો લેવા માટે જરૂરી સહકાર આપવો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીના હસ્તે જમીનના વિવિધ હુકમોનું વિતરણ તેમજ કર્મચારીઓને નિયમિત નિમણૂકના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જમીનની માપણીના વિવાદના એક કેસમાં માન. મંત્રીશ્રીની સમજાવટથી બે પક્ષકારોની તકરારના પાંચ વર્ષ જુના કેસનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવતો હતો.
મુંબઈથી એક પારસી સજ્જન આકસ્મિક મેળામાં આવેલ અને તેમના જમીનનો કેસ એક કલાકમાં જ નિકાલ થતાં તેઓએ મેંધરપટ ગામની જમીનની આ કિંમતી મિલ્કત તેમના અવસાન બાદ રફેદફે ન થાય તે હેતુસર શાળાના બાળકો માટે દાનમાં આપી દેવાની જાહેરાત કરી હતી. શાંતાબા વિદ્યાલય, કુકેરી, તા. ચીખલી ખાતે ૬૨૫ જેટલા આદિવાસી બાળકોની આશ્રમશાળાનો ૭૩છછ ના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો.
મહેસુલી મેળામાં ૯૦ % ‘પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે જમીન સુધારણા સચિવશ્રી પી. સ્વરુપ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ તેમજ મહેસૂલી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તથા અરજદાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.