GJ-18 મનપા દ્વારા ગત વર્ષે બસ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ બસ સ્ટેન્ડો પોઇન્ટ નું સ્ટેન્ડ થી લઈને દરેક ઘ અને ચ માર્ગે બનાવવામાં આવેલ, ત્યારે વિધાનસભા ના ચ માર્ગે આવેલું બસ સ્ટેન્ડ ઉપર પહેલા પૂર્વ મેયર રીટાબેન પટેલ નું બોર્ડ લાગેલ હતું.ત્યારબાદ ગીતાબેન ના બોર્ડને કૂચડો મારેલો સ્પષ્ટ દેખાય છે, અને તે બસસ્ટેન્ડ માં હવે પૂર્વે સ્ન્છ અશોક પટેલનું નામ લખવામાં આવ્યું છે ,ત્યારે એ સમજાતું નથી કે ગત વર્ષે બનાવેલ બસ સ્ટેન્ડ જે મનપાની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવ્યા હતા અને તમામ ની ડિઝાઇન એકસરખી અને બોર્ડ પણ મેયર રીટાબેન પટેલ ના મારવામાં આવ્યા હતા.તો પછી પૂર્વ સ્ન્છ ની ગ્રાન્ટમાંથી બસટેન બન્યા હોય તો રીટાબેન દ્વારા બોર્ડ કેમ માર્યા ? અને રીટાબેન દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ચ-૩ ના બસ સ્ટેન્ડ બનાવ્યા હોય તો પૂર્વ એમ.એલ.એ અશોક પટેલ નું બોર્ડ કેમ લાગ્યું ? ત્યારે આ મુદ્દો હાલ વિવાદે ચડેલો છે ,ત્યારે કોણે ગ્રાન્ટ કોણે ફાળવી તે પ્રશ્ન પણ ટલ્લે ચડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસારGJ-18 ખાતે મનપા દ્વારા આશરે સો જેટલા બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. ત્યારે બસ સ્ટેન્ડ બનાવવા નો મુદ્દો ભારે ચગ્યો હતો. આ મુદ્દાને કારણે ભારે ચહલપહલતા જાેવા મળી હતી.
ત્યારે ચ -માર્ગ ઉપર વિધાનસભા રોડ પાસે પણ જે બસ સ્ટેન્ડ બનાવેલા છે, તે બસ સ્ટેન્ડ ઉપર અગાઉ પૂર્વ મેયર રીટાબેન પટેલ નું લેબલ લાગ્યું હતું. ત્યારબાદ આ બોર્ડ ઉપર કૂચડો ફરેલો જાેવા મળી રહ્યો છે. અને હવે પૂર્વ એમ એલ એ નું નામ લખવામાં આવ્યું છે. ત્યારે જે બોર્ડ ઉપર કુચડો ફરેલો છે ,તે પણ જાેઈ શકાય છે. ત્યારે એક વર્ષ પહેલા બનાવેલા બસ સ્ટેન્ડો પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ ની ગ્રાન્ટ માંથી ત્રણ વર્ષ બાદ પૈસા વાપરવામાં આવ્યા ? તે પ્રશ્ન એરણે ચડ્યો છે ?ત્યારે સાચું કોણ ?બાજુમાં પૂર્વ સાંસદ અડવાણીનું બસ સ્ટેન્ડ જે તેમની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવ્યું હતું.તે પણ હયાત છે .
ત્યારે મનપા દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે આ બસ સ્ટેન્ડમાં ચ – રોડના બસ સ્ટેન્ડ વિવાદમાં ફસાયા છે.