ચાર વાગ્યા પછી હજી 106 ખેલાડી ખરીદવાના બાકી છે
નવી દિલ્હી
આઈપીએલ માટે ચાલી રહેલા મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે.ચાર વાગ્યા પછી હજી 106 ખેલાડી ખરીદવાના બાકી છે .
આવેશખાન ભારતીય ખેલાડી
IPL ઓક્શનમાં આવેશ ખાને ઈતિહાસ રચ્યો છે.
આઈપીએલની 15મી સીઝન પહેલા ચાલી રહેલા મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલના આવેશ ખાને ઈતિહાસ રચી દીધો છે. ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટ ના રમ્યા હોય તેવા ખેલાડીઓમાં સૌથી વધુ રકમ આવેશ ખાનને મળી છે.તેને 10 કરોડ રુપિયા આપીને લખનૌ દ્વારા ખરીદવામાં આવ્યો છે.તેની બેઝ પ્રાઈઝ માત્ર 20 લાખ રુપિયા હતી.આમ તેને 50 ગણી વધારે કિંમત મળી છે.આવેશ ખાનની વાત કરવામાં આવે તો આઈપીએલમાં 25 મેચોમાં 29 વિકેટો ઝડપી ચુકયો છે.તે બેંગ્લોર અને દિલ્હી માટે રમ્યો છે.દિલ્હી વતી શાનદાર બોલિંગ કરીને તે ચર્ચામાં આવ્યો હતો. મુંબઈએ સંજય યાદવને 50 લાખ, પંજાબે રાજ અંગદ બાબાને 2 કરોડ,CSKએ રાજવર્ધન હંગ્રોકરને 1.50 કરોડ, ગુજરાતે યશ દલાલને 3.20 કરોડમાં ખરીદ્યો.
મોર્ગન , પૂજારા , ફિન્ચ ખરીદાયા નહિ
જોકે આજે પણ કેટલાક સ્ટાર ખેલાડીઓને કોઈ ટીમે ખદીવામાં રસ બતાવ્યો નથી.જેમાં ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઈનલમાં પહોંચાડનારા ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન , ભારતના બેટસમેન પૂજારા , ફાસ્ટ બોલર ઈશાંત શર્મા તેમજ ઓસ્ટ્રેલિયાને ટી-20 વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન એરોન ફિન્ચનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડની ટી 20 ટીમના બેહતરીને બેટસમેન ડેવિડ મલાન, ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના સ્ટાર લાબુશેન, ભારતના સૌરભ તિવારી, ન્યૂઝીલેન્ડ ઓલરાઉન્ડર જેમ્સ નિશમ તેમજ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડનને પણ કોઈએ ખરીદ્યા નથી.
મલાન ગયા વર્ષે પંજાબમાંથી અને સૌરભ તિવારી મુંબઈમાંથી રમ્યો હતો.ફિન્ચ અત્યાર સુધી રાજસ્થાન, દિલ્હી, પુણે, હૈદ્રાબાદ, બેંગ્લોર તરફથી રમી ચુકયો છે.ગયા વર્ષે પણ ફિન્ચને કોઈએ ખરીદયો નહોતો.
ડેવિડ મલાનની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રુપિયા, લાબુશેનની એક કરોડ, ઈયોન મોર્ગનની દોઢ કરોડ, સૌરભ તિવારીની 50 લાખ રુપિયા ,પૂજારાની પચાસ લાક, નીશમની દોઢ કરોડ રુપિયા, જોર્ડનની બે કરોડ રુપિયા તેમજ ઈશાંત શર્માની દોઢ કરોડ રુપિયા બેઝ પ્રાઈસ હતી. બીજી તરફ કેટલાક દિગ્ગજો એવા પણ છે જે પહેલા રાઉન્ડમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા નથી અને આ નામો આશ્ચર્ય પમાડે તેવા છે.પહેલુ નામ સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાનુ છે.અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમતા આવેલા રૈનાની ઓક્શનમાં બેઝ પ્રાઈસ બે કરોડ રુપિયા હતી.જો કે ચેન્નાઈ સુપર કિંગ્સે રૈનાને ફરી ખરીદવામાં રસ બતાવ્યો નથી.બીજી કોઈ ટીમે પણ તેને ખરીદયો નથી.આ જ રીતે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર સ્ટીવ સ્મિથ તેમજ ડેવિડ મિલરને પણ કોઈએ ખરીદયા નથી.સ્ટિવ સ્મિથ ગયા વર્ષે દિલ્હી કેપિટલનો હિસ્સો હતો.બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર સાકિબ હસનને પણ કોઈ ટીમે હરાજીમાં હજી સુધી લીધો નથી.યશ ઠાકુર,સમિર્જીતસિહ, આકાશસિંહ પણ ખરીદાયા નથી.
SOLD PLAYERS LIST
UNSOLD PLAYERS LIST