કોંગ્રેસ પક્ષ મહાજન સંપર્ક અભિયાન તથા સભ્ય નોંધણી ઝુંબેશ માટે તા. ૧૪ ફેબ્રુ.થી ૫ માર્ચ દરમ્યાન કાર્યક્રમ યોજશે

Spread the love

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહા જન સંપર્ક અભિયાનમાં ૨૫૦ તાલુકા, ૧૦૯૮ જીલ્લા પંચાયત બેઠક, ૫૨૨૦ તાલુકા પંચાયત બેઠક, ૧૫૯ નગરપાલિકાના ૧૨૯૪ વોર્ડ બેઠકમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં મહા જન સંપર્ક કરશે. તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૫ માર્ચ સુધી આઠ મહાનગરોના ૧૬૬ વોર્ડના ૩૪૩૧ જેટલા સેક્ટરમાં રોજ એક વોર્ડના ચાર સેક્ટરનો પ્રવાસ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષની સભ્ય નોંધણી અને મહા જન સંપર્ક અભિયાન તા. ૧૪ ફેબ્રુઆરી થી ૨૪ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય વિસ્તારમાં અને તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૫ માર્ચ સુધી શહેરી વિસ્તારમાં એમ બે તબક્કામાં યોજાશે. કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબુત કરવા માટે જીલ્લા, તાલુકા પંચાયત અને મહાનગરોના તમામ વોર્ડ અને બાવન હજાર થી વધુ બુથ ઉપર જનમિત્રો અને તેર લાખથી વધુ પેજપ્રભારી સંગઠનના વિસ્તૃતિકરણ અને બુથ મેનેજમેન્ટ માટે મહા જન સંપર્ક અભિયાનમાં ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં યુવા વિરોધી, મહિલા વિરોધી, ખેડૂત વિરોધી અને નાના વેપારી વિરોધી નીતિ-રીતિને ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી – બેરોજગારી – કાયદો વ્યવસ્થાની કથળી ગયેલ પરિસ્થિતિ સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતા આજે ખુબ કપરા સમયમાં પોતાનુ જીવન જીવી રહી છે. આ કપરા સમયમાં સરકાર તરફથી લોકોને હુંફ – મદદ – રાહત – સહાયતા મળવી જોઈએ, જેના બદલે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા રૂપી શાસનને વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાને ઉત્સવો – તાયફાઓ પાછળ વેડફી રહી છે. ગુજરાતનો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર – મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, મંદીનો માહોલ છે, ધંધો-વેપાર ચોપટ થયા છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે. ગુજરાતના છ કરોડ નાગરિકોના આક્રોશ, વ્યથા, લાગણી અને માંગણી વાચા આપવા, માટે કોંગ્રેસ માટે કોંગ્રેસ પક્ષ મહા જન સંપર્ક અભિયાન તથા સભ્ય નોંધણી ઝુંબેશ તા. ૧૪ ફેબ્રુઆરી થી ૫ માર્ચ દરમ્યાન કાર્યક્રમ યોજાશે. મહા જન સંપર્ક અભિયાન પત્રકાર પરિષદમાં એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ, એ.આઈ.સી.સી. સોશ્યલ મીડીયા ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ રોહન ગુપ્તા, મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com