ગુજરાતના સચિવાલયમાં કોઈ પરીંદો પણ પગના મૂકી શકે ત્યારે સચિવાલયમાં સુરક્ષા કડક ભલે હોય પણ અનેક છિદ્રો છે, જે બારીકાઈથી તપાસ માં આવે તો ભવિષ્યમાં કઈ પણ બનાવ બની શકે, ત્યારે સવારે જે સચિવાલયમાં કર્મચારીઓ આવે છે તે તમામ ગેટ ઉપર આઇકાર્ડ બતાવે પછી જ અંદર જવા દેવામાં આવે છે, અને બહારગામથી આવતા તમામ અરજદારોને મંત્રી અધિકારી તંત્રની કચેરીમાં જવું હોય તો પાસ કઢાવવો પડે છે, પાસ કઢાવતી વખતે મોબાઈલ નંબર, ચુંટણીકાર્ડ પછી તેમનો ફોટો પાડ્યા બાદ પાસ કાઢી આપવામાં આવે છે ત્યારે અહીંયા સવારે ૮ વાગે સાફ-સફાઈ થી લઈને કચરો ઉપાડનારા મજૂરોને ટ્રાક્ટર ટ્રોલીમાં લાવીને ઠાલવવામાં આવે છે, ત્યારે આઠ વાગ્યે મજૂરોની એન્ટ્રી બાદ સાંજે છૂટે છે, ત્યારે અહીંયાં આખેઆખું ટ્રેક્ટર ટ્રોલી સાથે ચકાસણી કર્યા વગર આપી દેવામાં આવે છે.આજે દેશમાં આતંકીઓનો પડછાયો ઓછો નથી, અગાઉ અક્ષરધામ કાંડથી લઈને અનેક બનાવો બનવા પામ્યા છે, થોડી જાે ચૂપ થઈ ગઈ તો પરિણામ ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ટ્રેકટર-ટ્રોલી માં આવતા મોટી સંખ્યામાં મજૂરોની અને ટ્રેક્ટર ટ્રોલી સંચાલકની કોઈ જ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી, તેમની પાસે સુરક્ષા રૂપી આઇકાર્ડ છે ખરા? મજૂરો પણ થોડા દિવસો મહિનામાં બદલાઈ જતા હોય છે ત્યારે સચિવાલયનો અભેધ સુરક્ષા હવે ભોપાભાઈ ની સુરક્ષા હોય તેવું લાગી રહ્યું છે.