અમદાવાદ
આજે Amc વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પત્રકાર પરિષદ યોજી રૂ. 275.37 કરોડના વિકાસના કાર્યો સહિત રૂ.334 કરોડના સુધારા સાથે રૂ. 9141 કરોડનું બજેટ મૂક્યું છે. AMC વિરોધ પક્ષના કાઁગ્રેસના નેતા શહેઝાદખાન પઠાણે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે,ભાજપ દ્વારા વર્ષ 2006થી 2021 સુધીમાં રૂ.70,000 કરોડથી વધુના બજેટ મુક્યા છે. જેમાં રૂ. 19,000 કરોડનો તેઓએ ખર્ચ જ કર્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજય સરકાર પાસેથી વર્ષ 2007થી 2022 સુધીના ૧૩ વર્ષોમાં ઓકટ્રોય પેટે રૂ. 22,906 કરોડની ગ્રાંટ ઓછી આપી છે .તેમજ પ્રજાલક્ષી કામ માટે વિરોધપક્ષના નેતાને એક કરોડનું બજેટ અને કોર્પોરેટરોને પ્રજાકીય કામો કરવા માટે 30 લાખની જોગવાઈથી વધુ 50 લાખ બજેટ ફાળવવા રજૂઆત કરી હતી.સને. ૨૦૨૨ -૨૦૨૩ ના સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરેલ વિવિધ અંદાજપત્ર પર કોંગ્રેસ પક્ષ તરફથી રજુ કરવામાં આવેલ તેમાં મા. જે.પુસ્તકાલયના અંદાજપત્ર પરનો રૂ।.૬૩.૦૦ લાખનો સુધારો ,મ્યુ.સ્કુલબોર્ડના અંદાજપત્ર પરનો રૂા. ૪૧.૦૦ કરોડનો સુધારો , વી. એસ. હોસ્પિટલના અંદાજપત્ર પરનો રૂા. ૧૭.૦૦ કરોડનો સુધારો, તથા અ. મ્યુ. ટ્રા. સ. ના અંદાજપત્ર પર રૂ।.૮૦.૦૦ કરોડનો સુધારો રજુ કરેલ છે.
……………..
કૉંગ્રેસ પક્ષના બજેટની મુખ્ય જોગવાઇઓ
*એ.એમ.ટી.એસ./બી.આર.ટી.એસ/ ડમ્પર/રખડતાં જનાવરોથી થતાં એક્સીડન્ટ / મુત્યુના કેસોમાં તાકીદે વળતર ચુકવવા ,
* મ્યુનિ.રિઝર્વ પ્લોટમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસો પાર્ક કરવા બાબતે જંત્રી મુજબનું ભાડું વસુલવા,
*રોડ-રસ્તાના તમામ કામોમાં વહીવટી પારદર્શિતા,
*૫૦૦ હોસ્પિટલોને બી યુ.પરમીશન નહી હોવાના કારણે સીલ થયેલ હોસ્પિટલોનો ઉકેલ લાવવા બાબત,
*સ્વચ્છતા અભિયાન મોનીટરીંગ સેલની રચના કરવી,
*૩૬૫ દિવસ – ચોવીસ કલાક પુરતા પ્રેશરથી પાણી આપવા,
*૨૪૩ જેટલા ગાર્ડનમાં એલ.ઇ.ડી એડવર્ટાઇઝ બોર્ડ લગાડી આવક મેળવવા,
*કોમ્યુનિટી હોલના વ્યાજબી ભાડું રાખવું, *ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શહેરના ગીચ વિસ્તારમાં બી.આર.ટી.એસ. દુર કરવા ,
*વોલ ટુ વોલ રોડ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તે માટેની યુનિર્ફોમ
પોલીસી બનાવવી,
*ડે. મ્યુ. કમિ.શ્રી(એન્જી.) ના મહત્વના હોદ્દા પર ખાલી રહેલ જગા પર તાકીદે નિમણૂંક કરવા, *ઇમ્પેક્ટ ફીના નિયમોની ફેરવિચારણા કરી સરળી અમલીકરણ થાય તેવા નિયમો સાથે અમલ કરવો,
*મ્યુ. હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની મફત સીટી સ્કેન સારવાર ,
*અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે પાર્કિંગ પોલીસીમાં સુધારો કરવા, *મ્યુ.કોર્પોનું કવોલીટી કંટ્રોલ યુનીટ કાર્યરત કરવા ,
*ટી.પી. સ્કીમના રોડ ખુલ્લા કરવા માટેની પોલીસી બનાવવી,
*પીવાના પાણીની ચોરી રોકવા માટેની નીતી બનાવવી,
*પ્રોપર્ટી ટેકસ માટે ૧૮% ના બદલે ૭% વ્યાજ,
*ઓકટ્રોયના વિકલ્પની ગ્રાન્ટમાં રાજય સરકાર પાસેથી ૧૫% ગ્રોથ આપી ગ્રાંટ મેળવવા,
*સ્લમ રિડેવલપમેન્ટ પોલીસી અંતર્ગત ઝૂંપડા સામે ૫૦ ચો.મી.નું મકાન આપવા,
*શહેરમાં મહત્વની જ્ગ્યામાં વાઇફાઇ સુવિધા આપવા,
*વોટર એ.ટી.એમ. કાર્યરત કરવા, *મ્યુનિ.કોર્પોની મિલકતોમાં સીકયુરીટીમાં બાઉન્સરોની જગ્યાએ ફાયર વોલેન્ટીયર રાખવા
………….