ગુજરાત ગેસ કંપની દ્વારા GJ-18 શહેરના ઘર વપરાશના PNG ગેસના બિલમાં થતી ઉંઘાડી લૂંટ

Spread the love

GJ-18 એવા શહેરમાં મોનોપોલી હોય તેમ ટોરેન્ટ પાવર નું પૂંછડું લેવું જ પડે, બીજું કોઈ પૂંછડું પકકડાય નહીં, ગુજરાત ગેસ કંપની દ્વારા પણ લાલીયાવાડી શરૂ થઈ ગઈ છે. શહેરમાં હાલ દરેક ઘરોમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પીએનજી ગેસ ની સુવિધા નું નેટવર્ક ઉભુ કરવામાં આવેલ છે.જ્યારે શરૂઆતમાં આવા ગેસ કનેક્શન આપવામાં આવેલ ત્યારે સસ્તા ગેસ ની લાલચ આપીને લોકોને આકર્ષી ને પીએનજી ગેસ કનેક્શન દરેક ઘરમાં આપી દેવામાં આવેલ હતા.પરંતુ સમય જતા લોકોને એલપીજી ગેસના બાટલા ની જગ્યાએ આવી ગેસ લાઇન આપીને વપરાશની આદત પાડી દેવામાં આવી અને ત્યારબાદ ઉતરોતર ઉઘાડી લૂંટ આ ગુજરાત ગેસ કંપની દ્વારા શરૂ કરાયેલ જે વર્તમાન સમયમાં પણ થઈ રહી છે જેનું તાદ્રશ્ય ઉદાહરણ ચાલુ માસના વિતરણ થયેલ ગેસ બીલ માં ઉભરી આવતું દેખાય છે.એનો એક દાખલો પીએનજી ના ગ્રાહક નંબરઃ૧/૨,પારિજાત એપાર્ટમેન્ટ,સેક્ટરઃ૧૩/બી, ગાંધીનગર ખાતે રહેતા પ્રવીણભાઈ ઠક્કર(ઉદેચા) ના બિલમાં તથા તેમની સોસાયટીમાં ઉંચી રકમના ફટકારેલી બીલો ઉપરથી દેખાઈ આવે છે.તેમની વારંવારની ઉગ્ર તેમજ લેખિત રજૂઆતો છતાં સતત બીજા બિલમાં ગત માસના બિલ રૂપિયા ૭૮૩/= ની જગ્યાએ ચાલુ માસના વપરાશનું બિલ એવું ડબલ રકમની રૂપિયા ૧,૫૫૪/= નું બિલ ફટકારવા માં આવેલ છે.મીટર રીડર ને જણાવતાં અને તપાસ કરતા મીટર રીડર દ્વારા ભાવ વધી ગયા છે તેમ જણાવેલ.જાે ગત બિલ અને વર્તમાન બિલ ની રકમ ની સરખામણી કરવામાં આવે તો અંદાજે ડબલ રકમ જેટલી થવા જાય છે.કેમ કોઈ પણ કંપની દ્વારા સો ટકાનો ભાવ વધારો સરકારશ્રીની મંજૂરી વગર કેવી રીતે થઈ શકે છે તે ચર્ચાનો વિષય છે કે પછી સરકારી અધિકારીઓની પણ આમાં મીલીભગત દેખાઈ રહી છે જેના ઉપર સરકાર શ્રી દ્વારા તપાસ કરી ને કડકાઈ ભર્યા પગલા લેવા જાેઈએ અને આ જાહેર જનતાની ઉઘાડી લૂંટ ને રોકવી જાેઈએ.આ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરાશે.અને જાે નિકાલ નહિ આવે જન આંદોલન પણ થઈ શકે છે તેવી સંભાવનાઓ છે.વધુ માં ગત બિલ તેમણે તેમના બિલ ભરવાની અંતિમ તારીખઃ૧/૧/૨૦૨૨ પહેલા તારીખઃ૨૮/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અપના બજાર સેક્ટરઃ૭ ખાતે તેમના કેનારા બેંક ના ખાતા ના ચેક નંબરઃ૬૬૪૩૫૫ થી અંતિમ તારીખ પહેલા પાંચ દિવસ પહેલા સમયસર ભરપાઈ કરી દીધેલ છતાં પણ આ માસમાં બિલમાં LPC/વ્યાજ/વધારાની રકમ તરીકે રૂપિયા ૭૫/= ગત બિલ મોડા ભરવા અંગેના દંડ પેટે ફટકારવામાં આવેલ છે.ગત બિલમાં પણ આવા રૂપિયા ૭૫/= તેઓશ્રીએ અરજી કરીને બાદ કરાવેલ હતા છતાં આ સીલસીલો હજુ ચાલુ રખાયો છે.વારંવાર રજૂઆત કરવા જતાં કંપનીની કચેરીના સ્ટાફ દ્વારા દરેક ગ્રાહકો સાથે બિનજરૂરી ગેરવર્તણૂક પણ બેફામ બોલીને કરવામાં આવે છે અને એવો દેખાડો કરવામાં આવે છે કે અમારો સ્ટાફ કોર્પોરેટ કંપની નો સ્ટાફ છે અને અમારાથી હોંશિયાર બીજું કોઈ નથી.કાયદેસરની રજૂઆત હોવા છતાં એકાઉન્ટ સહિતનો સ્ટાફ તેમની ભૂલ સ્વીકારવા તૈયાર થતો નથી અને પહેલા ગ્રાહક પાસે નાણાં ભરાવી અને ખોટી અરજીઓ લખાવી અને ધક્કા ખવડાવવાનો ગેરવાજબી વર્તન કરી રહ્યા છે,જે બિલકુલ ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે અને તેઓએ જણાવેલ છે કે હજુ આ કંપની નહીં સુધરે તો તેના વિરોધમાં અને તેના સ્ટાફ ના વિરોધમાં કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com