ગુજરાતમાં જ્યારે કોઈ અઘટીત બનાવ બને એટલે તંત્ર દોડતું થઈ જાય, બાકી પ્રજા જીવે કે મરે કોઈ ફરક નહીં, ત્યારે GJ-18 શહેરમાં સ્પર્ધાત્મક ક્લાસીસો થી લઈને વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસીસોના રાફડા ફાટયા છે, ત્યારે ભરતીનુ પ્રોડક્શન અહીંથી થતું હોય તેવું લાગે છે. ત્યારે સેક્ટર -૨૨ ખાતે શોપિંગ મોલ ની પાછળ ઘેટા- બકરાની જેમ ઠાંસી ઠાંસીને ભરતા ટ્યુશન ક્લાસીસોના સંચાલકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે. નહીં તો આવનારા દિવસોમાં સુરત જેવી ઘટના આકાર લે તો નવાઈ નહીં.
સેક્ટર ૨૨ ના શોપિંગ મોલ પાછળ ક્લાસીસોમા રોજ-બરોજ હજારો વિદ્યાર્થીઓ સવારથી રાત સુધી બેન્ચમાં ટ્યુશન લેવા આવે છે ,ત્યારે આ ટ્યુશન કલાસીસોમા હવા-ઉજાસ નું નામ નહીં, એક જ દરવાજાે, આગ લાગે તો બચવાની શક્યતા પણ નહીંવત્, ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નહીં અને હોય તો મંજૂરી ગેરકાયદેસર મળે નહીં, ત્યારે બાળકો માટે જાેખમરૂપ ટ્યુશન ક્લાસીસો સામે તંત્રએ કોરડો વિન્ઝવાની જરૂર છે.મનપા દ્વારા ફક્ત સીલ મારવા કાગારોળ મચાવ્યા બાદ સબ ચલતા હૈ ,જેવો ઘાટ છે, ટ્યુશન ક્લાસીસોમા જે બાળકો ભણવા જાય છે, તેમનાં મા-બાપે આ ક્લાસીસો ની ચકાસણી કરવાની જરૂર છે.હવા-ઉજાસ નહીં, આગ લાગે તો શું? ફાયર શક્તિનો અભાવ, ત્યારે સેક્ટર -૨૨ ખાતે આવેલા આ શોપિંગ મોલ માં પાછળના ભાગમાં વિદ્યાર્થીઓ માટે એક જ આવવા-જવાનો દરવાજાે અને સીડી મૂકેલી છે. આગ જેવી ઘટના બને તો શું ?આ પ્રશ્ન સુરતના વિદ્યાર્થીઓ ને પૂછો તો ખબર પડે, સુરતમાં આગ લાગી તે ઘટનાને હજુ માંડ ત્રણ વર્ષ પણ નથી વિત્યા અને પાછું જેવું હતું તેવું GJ-18 ખાતે થઈ ગયું હોય તેમ જાેખમ રૂપ ટ્યુશન ને જતા વિદ્યાર્થીઓ માટે આ ટ્યુશન જતા વિદ્યાર્થીઓ માટે આ ટ્યુશન ક્લાસીસો જીવતા બોંબ સમાન એવા જીવતા ફાયર સમાન છે.