આયુર્વેદમાં વાળ માટે અરીઠા, આંમળા અને શિકાકાઈને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર આંમળા વાળને કલર કરવાનું કામ કરે છે અને આ ત્રણેય વસ્તુના મિશ્રણથી વાળ સફેદ થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે. અરીઠા, આંમળા અને શિકાકાઈને સમાન માત્રમાં લઈ લોઢાના વાસણમાં રાત્રે પલાળી દેવા. બીજા દિવસે આ પેસ્ટને વાળમાં લગાવો. ઉનાળો હોય તો 15 મિનિટ અને શિયાળો હોય તો 25 મિનિટ સુધી વાળમાં આ પેસ્ટ રાખવી અને પછી વાળ ધોઈ લેવા. આ પેસ્ટની કોઈ આડઅસર થતી નથી તેથી તેને રોજ પણ લગાવી શકાય છે. આ પેસ્ટનો ઉપયોગ કરો તો ખાસ ધ્યાન રાખવું વાળમાં તેલ લગાડવાનું. વાળ રૂક્ષ ન થઈ જાય તે માટે સૌથી પહેલા વાળમાં તેલ લગાવવું. વાળ વધારે સફેદ હોય તો શરૂઆતમાં થોડા દિવસ આ ત્રણ પાવડર સાથે મેંદીનો પાવડર પણ ઉમેરવો.