અમદાવાદ
વીરાટનગર વોર્ડમાં વિરાટનગર ચાર રસ્તા થી એસ.પી.ઓફીસ સર્કલ સુધીના મુખ્ય ટી.પી રસ્તા પરના ટ્રાફીકને અડચણરૂપ દબાણો બાપુનગર પોલીસ સ્ટેશનનો જરૂરી પોલીસ બંદોબસ્ત મેળવી તથા દબાણ વાન તથા સ્ટાફ સાથે રાખી ૧૦-નંગ કાચા શેડ, ૦૮-નંગ ક્રોસ વોલ, ૦૯ ઓટલા અને રેમ્પ દૂર કરેલ છે તથા ૦૧-નંગ સાદી લારી, ૧-નંગ પેંડલ સાઇકલ, ૦૨-નંગ પ્લાટીક ડ્રમ,૦૮-નંગ લોખંડની વસ્તુઓ, ૦૭-નંગ નાના મોટા બોર્ડ તથા ૨૩-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરી હતી.
દક્ષિણ પશ્ચિમઝોન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિ.રીઝર્વેશન પ્લોટનો કબજા મેળવવા તથા ટી.પી. રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,દક્ષિણ પશ્ચિમઝોનના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી(દક્ષિણ પશ્ચિમ ઝોન)ની રાહબરી હેઠળ,
સરખેજમાં સમાવિષ્ટ ટી.પી.સ્કીમન ૮૫માં ટી.પી.સ્કીમ રૂએ મ્યુનિસિપલ કોર્પોરેશનને સામાજીક આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રહેણાંકના હેતુ માટે સંપ્રાપ્ત થતા ફાયનલ પ્લોટ નં.૧૨૬,લોકેશનઃ- કાદરી પાર્ટી પ્લોટની પાછળ, અંબર ટાવરની સામે, સરખેજ, અમદાવાદ ખાતે કુલ-૨૧૦૮ ચો.મીટર જમીનનો કબજો મેળવવા ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ નોટીસો બજાવવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી . તદ્દઉપરાંત ટી.પી.સ્કીમ નં.૮૫ માં આવેલ ૧૫.૦૦ મી. નો ટી.પી. રસ્તો અંદાજીત ૫૪૦.૦૦ રનીંગ ફૂટ જેટલો ખુલ્લો કરવા કાયદેસરની કામગીરી પૂર્ણ કરી, રસ્તો ખુલ્લો કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી . કામગીરી એસ્ટેટ / નગર વિકાસ ખાતુ-દક્ષિણ પશ્ચિમ ઝોનના સ્ટાફ દ્વારા દબાણ ગાડી, ૧-જેસીબી મશીન, ૧-વ્હીલ ડોઝર તથા ૬- ખાનગી મજૂરોની મદદથી ૧૫.૦૦ મી. પહોળાઇનો અંદાજીત ૫૪૦ રનીંગ ફૂટ લંબાઇનો ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવેલ છે, અને મ્યુનિ. કોર્પોરેશનને સંપ્રાપ્ત થતા રીઝર્વ પ્લોટની કુલ મળી ૨૧૦૮ ચો.મીટર જગ્યાનું પઝેશન મેળવવાની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવેલ છે.સદરહુ પ્લોટની અંદાજીત બજાર કિંમત ૧૨.૦૦ કરોડ થવા જાય છે. આમ,આગામી દિવસોમાં પૂર્વ અને પશ્ચિમમાં બિન-પરવાનગીએ બનેલ બાંધકામો ટી.પી.રસ્તા/ફૂટપાથ પરના દબાણો /પાર્કીંગની જગ્યામાં તથા મ્યુનિસિપલ રીઝર્વ પ્લોટમાં થયેલા દબાણો / બાંધકામો દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.