હવે કોંગ્રેસના નેતા જયરાજસિંહ ભાજપમાં જાય તેવી અટકળો તેજ, તેવો દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રીના સંપર્કમાં છે
અમદાવાદ
કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું તેવું જયરાજસિંહ પરમારે ફેસબુક પર પોસ્ટ મૂકી જાણ કરી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના મોટા નેતા જયરાજસિંહ પરમારે આંતરિક વિવાદના કારણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. હવે કોંગ્રેસના નેતા જયરાજસિંહ ભાજપમાં જાય તેવી અટકળો તેજ બની છે.જયરાજસિંહ પરમારે સૂચક નિવેદન આપતા કહ્યું કે મેં પાર્ટી છોડી છે.રાજનીતિ નહીં, મારી કારકિર્દી જોખમમાં મુકી પક્ષ માટે કામ કર્યું. તેમ છતાં પક્ષ દ્વારા કદર કરવામાં ન આવી, મેં કાર્યકરોને પત્ર લખ્યો છે. જેમાં મેં બધી જ વાત રજૂ કરી છે.
જયરાજસિંહ પરમાર
જયરાજસિંહે જણાવ્યું કે કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી ક્યાંય સિસ્ટમ જ નથી..આથી કોંગ્રેસમાં કોઇ સુધારો થવાનો જ નથી.કોંગ્રેસે ક્યારેય બીજી હરોળ તૈયાર નથી કરી. જયરાજસિંહે કહ્યું કે અર્જુન મોઢવાડિયાને બાદ કરતા કોંગ્રેસના એક પણ નેતાએ મને સમજાવવાનો પ્રયાસ નથી કર્યો. રઘુ શર્માએ મને એક પણ ફોન નથી કર્યો. જ્યારે કે પ્રમુખ જગદીશ ઠાકોરે એક અઠવાડિયા પહેલા ફોન કર્યો હતો..
મહેસાણાના કોંગ્રેસના પીઢ નેતા સહિત 200 કરતા વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.બે દિવસ પહેલાં ભાજપના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહની મુલાકાત કરવામાં આવી હતી અને તેમના ફોટો પણ વાયરલ થયા છે.આટલું જ નહીં જયરાજસિંહના દીકરા હર્ષાદિત્યસિંહ પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથેનો ફોટો પણ વાયરલ થઇ રહ્યો છે. એટલે આ જ કહી જાય છે દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રીના સંપર્કમાં છે. આ જ કારણે કોંગ્રેસના નેતા જયરાજસિંહ ભાજપમાં જાય તેવી અટકળો તેજ બની છે.આ ઉપરાત થોડા દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન જયરાજસિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોવા મળ્યા છે. જયરાજસિંહ ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતા છે અને તેમના વિસ્તારના કોંગી નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગામી 48 કલાકના સમયમાં જયરાજસિંહ પણ ભાજપમાં જોડાઈ શકે છે.