જ્યારે પણ કોઈ વ્યક્તિ વાહન એટલે કે બાઈક, કાર કે પછી સ્કૂટર ખરીદે છે ત્યારે તે સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરતો હોય છે કે તેની mileage શું હશે. તેમાં કેટલી પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલી શકશે. એક સમય એવો પણ હતો કે જ્યારે વાહનો ફક્ત અમીર લોકો પાસે જ હતા. અમીર લોકો જ હવાઈ યાત્રા કરતા. પ્લેન ને ચલાવવા માટે પણ એક ખાસ પ્રકારના ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે.
આપણે બાઈક તથા કારની એવરેજ કેટલી હોય તેના વિશે તો જાણીએ છીએ પરંતુ શું તમે પ્લેન ની એવરેજ જાણો છો? શું તમે વિચાર કર્યો છે કે એક મિનિટની અંદર પ્લેન કેટલુ માઇલેજ આપે છે? એક લીટર ની અંદર પ્લેન કેટલા કિલોમીટર સુધી ટ્રાવેલિંગ કરે છે? આ દરેક પ્રકારના સવાલ નો જવાબ આજે અમે તમને આપીશું.
આજે ઘણા લોકો એક દેશમાંથી બીજા દેશમાં કે પછી એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં જવા માટે વિમાનનો ઉપયોગ કરે છે. વિમાનમાં સફળ કરવું હવે સામાન્ય બની ગયું છે. કોઈ સામાન્ય વ્યક્તિ પણ થોડો ઘણો ખર્ચો કરીને વિમાન યાત્રા કરી શકે છે. ઘણા લોકોએ પ્લેન ની અંદર એક કરતાં વધારે વખત ટ્રાવેલિંગ કર્યું હશે. પરંતુ શું તમને પ્લેન ની માઇલેજ વિશે કોઈ માહિતી ખબર છે? આજે અમે તમને જહાજની એક લિટરની માઇલેજ વિશે જણાવીશું.
મીડિયામાં આપવામાં આવેલા અહેવાલ મુજબ, કોઈપણ પ્લેન પ્રતિ સેકન્ડ માં ચાર લીટર જેટલા ઈંધણ નો ખર્ચ કરે છે. આ વાત તો થઈ કોઈ સામાન્ય પ્લેનની. પરંતુ જો વાત બોઇંગ ૭૪૭ ની કરવામાં આવે તો તે એક મિનિટની અંદર 240 લીટરનું ઇંધણનો ઉપયોગ કરે છે.
બોઇંગ ના વેબસાઈટ માં મળી આવતા આંકડા અનુસાર બોઇંગ ૭૪૭ વિમાન જો દસ કલાકની ઉડાન ભરે તો તે લગભગ છત્રીસ હજાર ગેલન તેલનો ઉપયોગ કરે છે. એટલે કે 150000 લીટર જેટલા ઇંધણનો ઉપયોગ માત્ર ૧૦ કલાકના સફરમાં થાય છે. આ વિમાન 12 લિટર પ્રતિ કિલોમીટરની એવરેજ આપે છે.
જો વાત બોઇંગ ૭૪૭ ની કરવામાં આવે તો તે એક કિલોમીટર ની અંદર 12 લીટર જેટલું ઇંધણ નો ખર્ચ કરે છે. એટલે કે આ વિમાન 500 યાત્રીઓ માટે ૧૨ લીટર ઇંધણનો ઉપયોગ એક કિલોમીટર ટ્રાવેલિંગ કરવા માટે કરે છે. જો ગણતરી વધારે ચોકસાઈ પૂર્વક કરવામાં આવે તો આ જહાજ એક કિલોમીટરમાં તિ વ્યક્તિ પર ફક્ત ૦.૦૨૪ લીટર ઇંધણ જ ખર્ચ કરે છે.
મીડિયામાં મળતા રિપોર્ટ અનુસાર જો સારી રીતે કહેવામાં આવે તો બોઇંગ ૭૪૭ પ્લેન એક લીટર ની અંદર ૦.૮ કિલોમીટર નું અંતર ટ્રાવેલ કરે છે. આ જહાજ 12 કલાકના સફર દરમિયાન લગભગ ૧૭૨૮૦૦ લીટર નું ઇંધણ ખર્ચ કરે છે.