કાઁગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણીઓ રજૂ થઈ હતી. શિક્ષણ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રૂ. ૨ લાખ ૪૩ હજાર કરોડનું બજેટ રજૂ થયું છે. શૈક્ષણિક વર્ષમાં પણ વિદ્યાર્થીઓની ૨૫ ટકા ફી માફ કરવાની જાહેરાત કરવાની શિક્ષણ મંત્રી સમક્ષ માંગણી કરું છું. માંગણી સરકારે સ્વીકારી નહોતી.અમદાવાદ શહેરમાં જ છેલ્લા બે વર્ષમાં વાહનો ડીટેઈન કરી રૂ. ૧૧ કરોડ જેટલી માતબર રકમ શહેરીજનોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવી છે. અમદાવાદ શહેરના નાગરિકો પાસેથી આડેધડ દંડના નામે કરોડોની રકમ વસુલ ન કરવા ગ્યાસુદ્દીન શેખે સરકારને અપીલ કરી હતી.આજદિન સુધી એકપણ સીટી સ્માર્ટ બની હોય તેમ જણાતું નથી.સ્માર્ટ સીટી અંતર્ગત અમદાવાદ શહેરમાં રૂ. ૫૦૯.૯૨ કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને રૂ. ૧૩૪૫.૧૭ કરોડના કામો પ્રગતિમાં છે ત્યારે આટલી મોટી રકમ કયા કામો પાછળ ખર્ચવામાં આવી છે ? અમદાવાદ શહેર સ્માર્ટ સીટી ક્યાં સુધીમાં બનશે ? તે જણાવવા સરકારને અપીલ કરી હતી.