સરકારી કચેરીઓમાં ઇમોશનલ, કર્મચારીને નહીં કોઇ પોષણ, ફક્ત શૌષણ, તો લગાવશે કોણ લોશન?

Spread the love

ગુજરાતમાં સરકાર દ્વાર આઉટ શોર્શીગને વધારે મહત્વ આપ્યા બાદ અમુક કંપનીઓને તો બખ્ખાં થઇ ગયા છે. અને જેમ દારૂ, કેરોસીન, રેશનીંગ, જુગારધામ, સટ્ટાબજાર ચલાવનાર ક્યારેય ધંધો બંધ ન કરે, તેમ લોહી અને સ્વાદ ચાખી ગયેલા આ કંપનીઓના માધાતાઓ કોઇને ઘુસવા પણ દેતા નથી, ત્યારે આઉટ શોર્શિંગમાં જે વેતન હોય છે તેમાંથી ઘણી જગ્યાએ ૪૦ થી ૫૦ ટકા ઓછું અને ઘણીવાર જે કર્મચારીઓની સંખ્યા સરકારી કચેરીમાં માંગી હોય છે, તેની ૬૦ થી ૭૦ ટકા માંડ હોય અને બાકી ભૂતીયા ના નામે લાખોનો પગાર ઓળવી જાય, ત્યારે આમાં દલાલી અધિકારીઓ પણ ઇને તગડા બનેલા છે. સૌથી વધારે શૌષણના ભોગ વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ બને છે. ત્યારે રાજદિપ એન્ટર પ્રાઇઝ નામ બડે દર્શન ખોટે, તંત્ર કશું ના તોડે, જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આ કંપનીનું શેટીંગ ડોટકોમ ઉપરના લેવલે કરીને અધિકારીઓની પગચંપીથી જે સેવાઓ જાેઇએ તે પુરી પાડ્યામાં અનેક વર્ગ-૩, વર્ગ-૪ના પ્રશ્નોનું સોલ્યુશન ક્યારે આવતું નથી, નાનામાં નાનો માણસ આ કંપનીથી પીડાઇ રહ્યો છે.
GJ-18 ના સચિવાલય, સિવિલ હોસ્પીટલ, મંત્રી વિસ્તાર, તથા ઘણીજ બધી ગવર્નમેન્ટ કેચરીઓમાં આ કંનનીનો પગપેસારો એટલો બધો વધી ગયો છે, કે હવે કોઇ કંપનીને ઘુસવા પણ દેતી નથી, ત્યારે સરકારે જે વેતન નક્કી કરવામાં આવ્યું છે, તેના વેતનના બદલે માંડ ૬૦% પગાર જ કર્મીઓને આપવામાં આવે છે, તેમાં ખાસ ભૂતીયા કર્મીઓનો તો આખે આખો પગાર ચાંઉ થઇ જાય છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓથી મંત્રી સુધી ફરીયાદો કરવામાં છતાં તપાસના છીંદા અધિકારીઓ સેટીંગ ડોટ કોમમાં પુરી દે છે. ત્યારે GJ-18 થી લઇને સિવિલ હોસ્પીટલ તો જાણે પોતે જ ચલાવતા હોય તેમ આ કંપનીનો પગપેસારો ઘટ કરી ગયો છે. પગારમાં મોટી કટકી ઉપરાંત ભૂતીયા સ્ટાફની કટકીની વાત કરીએ તો વર્ષે દહાડે કરોડોમાં આ રકમ થાય, GJ-18 સિવિલમાં જે કર્મચારીઓ રજા પર રહ્યા હોય તો તેનો પગાર તો કપાઇ જાય, પણ કર્મચારીની જે દિવસે ઘટ પડે તો કોઇજ વ્યવસ્થા ન હોઇ તે પગારના બિલો પૂરેપૂરા ચૂકવાઇ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ આ પ્રશ્ન ભારે ગંભીર છે, કોરોનાની મહામારીમાં ડોક્ટરોએ સેવા કરી તેના કરતાં સૌથી વધારે સિવિલના આ આઉટ શોર્શિગ કર્મચારીઓએ ભારે સેવા કરી છે. મેયરથી લઇને અનેક લોકોના કોરોના વોરીયર્સના શર્ટીફીકેટ પણ મેળવેલ આ કર્મચારીઓ છે. ત્યારે આ કોરોના વોરીયર્સના સર્ટીફીકેટને શું સીંગચણા ભુંગળુવાળીને ખાવાના? ત્યારે કોરોનાની મહામારીમાં જે આઉટ શોર્ગીંગના કર્મચારીઓએ જે સેવાઓ બજાવી છે, તે ધન્યતાને આભારી છે, ત્યારે કારમી મોંઘવારીમાં ૮ કલાકના બદલે ૧૨ કલાક કામ કરવા છતાં ખૂટતો પગાર ન મળે અને ફરીયાદ કરે તો અધિકારીઓ આ કંપનીના ગુણગાન ગાય, ત્યારે આ કંપની અનેક નામથી ચાલી રહી છે. ત્યારે રાજદીપ કંપની જાે માલામાલ થઇ હોય તો તેમાં ભૂતીયા કર્મચારીઓની સંખ્યા પણ છે, ત્યારે બીલો પાસ કરવાવાળા અધિકારી તથા એકાઉન્ટ શાખામાં પણ વ્યાપક નહીં પણ વ્યાપમ ભ્રષ્ટાચાર આદરી દીધો છે.ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અનેક શાસનો બદલાયા, આનંદીબેન પટેલથી લઇને રૂપાણી, અને હવે ભૂપેન્દ્રભાઇ પટેલને ફરીયાદ કરવા છતાં કોઇ નિર્ણય આવેલ નથી, ત્યારે કોરોનાની મહામારીમાં કરેલ આ સેવાને રૂપ ઇનામ તો આપો, ત્યારે સિવિલમાં તો રાજદીપ એન્ટરપ્રાઇઝે આખે આખી બ્લોક કરી દીધી હોય તેવો ઘાટ સંર્જાયો છે, ત્યારે અનેક કોન્ટ્રાક્ટરો છે, જે સારું કામ ખૂટતો પગાર આપે છે, ત્યારે રાજદીપ ઉપર આટલો બધો પ્રેમ કેમ? માર્ગ મકાન વિભાગમાં પણ આઉટ શોર્શીગ કર્મીઓ છે. તેમાં પણ કંપનીનું શેટીંગ ડોટ કોમ મોટું હોવાથી અનેક અધિકારીઓ કંપનીની ફરીયાદ વિશે અજાણ બની જાય છે. ક્યાં સુધી ભણેલા, ગણેલા આ નવયુવાનોને ગુલામીથી જંઝાટમાંથી મુક્ત કરાવીશું, ગુજરાતમાં અનેક કચેરીઓમાં આ કંપનીએ પગપેસારો કરેલો છે, ત્યારે આલીયા, માલીયા, જમાલીયા એવા કોઇ નાના કોન્ટ્રાક્ટરને ઘુસ્વા દેતી નથી, અને જ્યારે નવું ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે આ કંપની પોતે અધિકારી જાેડે શેટીંગ કરીને ટેન્ડર બહાર પાડતાં પહેલાં એવી શરતો નક્કી કરાવે કે બીજાે કોન્ટ્રાક્ટર બધાજ ડોક્યુમેન્ટ હોવા છતાં હર ટેન્ડરે નવી ગીલ્લી નવો દાવ લાવતી આ કંપની અને અધિકારીઓનું મોટું શેટીંગ ડોટ કોમ હોવાનું સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com