ખેડૂતોના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરવાનુ કોગેસ બંધ કરે ગુજરાતના ખેડૂતોના હિત માટે આ સરકાર કોઈ પણ કિંમતે પાવર એકસચેન્જ માંથી વીજળી ખરીદવા માટે કટિબદ્ધ છે:મંત્રી શ્રી જીતુભાઈ વાઘણી

Spread the love

ગુજરાતના ખેડૂતોના હિત માટે આ સરકાર કોઈ પણ કિંમતે પાવર એકસચેન્જ માંથી વીજળી ખરીદવા માટે કટિબદ્ધ છે એવું આજરોજ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના ખભે બંદૂક ફોડીને કોંગ્રેસ રાજનીતિ કરીને ખેડૂતોને ઉશ્કેરણી કરવાનું બંધ કરે.ગુજરાતના ખેડૂતો ખૂબ જ હોશિયાર છે અને તે કોંગ્રેસ ને સારી રીતે ઓળખે છે.અમારી સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજ પુરવઠો પુરો પાડવા હર હંમેશ કટિબધ્ધ છે અને રહેશેજ.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના તમામ પાવર પ્લાન્ટ કાર્યરત છે તેમજ કરાર થયેલા પ્લાન્ટ પણ કાર્યરત છે ક્યારેક ક્યારેક વિન્ડ પાવર અને સોલર પાવર વીજ ઉત્પાદનમાં અનિશ્ચિતતા હોય છે તમામ રાજ્યની વીજ ઉત્પાદન ભારતના પાવર એકસચેન્જ માં જમા થાય છે ઊર્જા મંત્રીશ્રીએ જ્યારે  ખેડૂતોને વીજ આપવાની વાત કરી હતી ત્યારે વીજળી મેળવવાની પરિસ્થિતિ આપણા હાથમાં હતી. પરંતુ અનાજ અને જળના જેમ વીજળી નો સંગ્રહ આપણે કરી શકતા નથી પાવર એકસચેન્જ માંથી ડિમાન્ડ અને સપ્લાય ના આધારે જરૂર પ્રમાણે પાવર ખરીદી આપણે કરી શકીએ છીએ. સમગ્ર ભારત નાં તમામ રાજ્યોમાં બે ત્રણ દિવસથી મોટી વીજ અછત ઊભી થઈ છે. પરિણામે ગુજરાતમાં પણ આ સંકટ નો સામનો કરવો પડે છે.

તેમણે ઉમેર્યું હતું કે આ સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે તેમના પડખે ઊભી રહી છે. આ સરકાર પણ જાણે છે કે ખેડૂતોના ખેતરમાં ઉભા પાક યોગ્ય સમયે પાણી નહીં મળે તો એમને નુકસાની થશે તેથી જ કોઈ પણ ભાવે વિજળી ખરીદવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નેતૃત્વવાળી સરકારે તૈયાર છે.

તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોના હિત માટે આ સરકારના શાસનમાં સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને નર્મદા કેનાલના કામો ની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસના શાસન દરમિયાન તેમણે પાણી સંગ્રહ કરવા અને તેનું સિંચન કરવાનું કોઈ કામ કર્યું નથી.

કોંગ્રેસે માત્ર રાજનીતિ જ ખેડૂતોના નામે રમે છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, કિસાનો માટે કેન્દ્રની નરેન્દ્ર ભાઈ મોદી ની નેતૃત્વવાળી સરકારે કિસાન સન્માન નિધિ, એમ.એસ.સી કિંમત, ગોડાઉન સંગ્રહ કરવા ની વ્યવસ્થા, કિસાનોને સિંચાઈ માટે જરૂરી પાણી આપવાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને વીજ માંગમાં પણ વધારો થયો છે.

કોંગ્રેસે તેના શાસનમાં આવી કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરી ન હતી અને ખેડૂતોને માત્ર હૈયાધારણ આપવાનું કામ કર્યું હતું. એવું કહી તેમણે જણાવ્યું હતું કે ૧૯૬૦થી ૧૯૯૫ સુધી માં ના કોંગ્રેસ ના શાસન માત્ર 5 લાખ 51 હજાર 551 જેટલા જ કૃષિ વિષેક વીજ કનેક્શનો આપવામાં આવ્યા હતા. પરંતુ અમારી સરકાર ના શાસન 1995 થી 2022 સુધીમાં 14 લાખ 63 હજાર 739 કૃષિ વિષયક જોડાણ આપવામાં આવ્યા છે પહેલા એક સમય એવો હતો કે ખેડૂતોને વીજ કનેક્શન મેળવવા પણ મથામણ કરવી પડતી હતી. પરંતુ આ સરકારના શાસન માત્ર 15 થી એક મહિનાના ટૂંકા સમયમાં ખેડૂતોને કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવી રહ્યું છે. તેમજ આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ બાકી રહેલા વિવિધ કૃષિ વીજ જોડાણો આપી દેવાનું કાર્ય પણ પૂર્ણ કરવા આ સરકારે સુવ્યવસ્થિત આયોજન કર્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે કેટલીક બાબતો આપણા હાથમાં ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ ખેડૂતોના હિત માટે સતત પ્રયત્નશીલ સરકાર આ પ્રશ્નો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવશે તેવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું
****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com