આજે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે : પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 4થી વધુ લોકો એકત્ર નહિ થઈ શકે : પરીક્ષા કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ કેન્દ્રો બંધ રાખવા આદેશ : પરીક્ષા કેન્દ્રો આસપાસ લાઉડ સ્પીકર પર પાબંધી
અમદાવાદ
રાજ્યમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે.જેમાં પરીક્ષાને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 4થી વધુ લોકો એકત્ર નહિ થઈ શકે. તથા પરીક્ષા કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ કેન્દ્રો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
તેમજ પરીક્ષા કેન્દ્રો આસપાસ લાઉડ સ્પીકર પર પાબંધી છે. તથા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન જાહેરનામું લાગુ પડશે. તેમજ પરીક્ષા સ્થળ પર બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પણ પાબંધી છે.આજે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે. તથા રવિવાર હોવા છતા શાળા ખુલ્લી રાખવા DEOનો આદેશ છે.જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષાર્થીઓ સ્વસ્થતાપૂર્વક, શાંતિથી અને ગેરરીતિ વગર પરીક્ષા આપે તે માટે ઝોનલ ઓફીસરો, નિરીક્ષકો અને પરીક્ષકોને જરૂરી અગત્યના સૂચનો કરવામાં આવ્યા છે. બિલ્ડીંગોની ચકાસણી, સીસીટીવી કેમેરા, મોબાઇલ કે સ્માર્ટ વોચ સાથે ના રાખવા દેવા તેમજ પરીક્ષા કેન્દ્ર પર તેમજ તેની નજીકના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને વિજીલન્સ ઓફિસરોને કરવાની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.