રવિવારના દિવસે યુવાનો દ્વારા કોઈપણ સંસ્થા માં જાેડાઈ ને સેવા કરવા લાગી જાય છે. ત્યારે ઋષિવન સંત સમાધી ધામ, પિલાવાઈ દ્વારા નહીં નફો, નહિ નુકસાનના ધોરણે રાહત દરે ચકલીના માળા, કુંડા, પ્લાસ્ટિક ચણ ભરવાની કોઠી, ચકલી ઘર આ તમામ અબોલ જીવ માટે સંસ્થા દ્વારા ન્યુ GJ-18એવા કુડાસણ ખાતે સવારે વેચાણ શરૂ કર્યું હતું. અને મોટી સંખ્યામાં યુવાનો વેચાણમાં જાેડાયા હતા અને અનેક પક્ષી પ્રેમીઓએ મોટી સંખ્યામાં અબોલ જીવ એવા પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના કુંડા લોકોએ ખરીદી હતા.
વર્ષોથી વિનામૂલ્યે આપવામાં આવે છે પણ દસ રૂપિયા જેવી મામુલી રકમથી ૩૦ રૂપિયાનુ કુંડુ ફક્ત ૧૦ રૂપિયામાં લગાવવાના હુક ,તાર સાથે આપી રહી છે. ત્યારે કુડાસણ, રિલાયન્સ ચોકડી થી લઈને અનેક જગ્યાએ યુવાનોએ આ અબોલજીવોને બચાવવા અભિયાન છેડયું છે.