GJ-18 મનપા દ્વારા ૨૫થી વધુ નગરસેવકો પ્રજાના પૈસે ગોવાના પ્રવાસે ટ્રેનમાં નહીં પ્લેનમાં ઉપડ્યા છે.કારણકે સમય બગડે નહીં અને અહીંયા GJ-18 ખાતે પ્રજાના કામ કરીને એટલા બધા ઉંધા વળી ગયા છે કે ટ્રેન કરતા પ્લેનમાં જવાનું મુનાસીબ સમજ્યું છે. ત્યારે ત્રણ દિવસના પ્રવાસ બાદ ૩૧ માર્ચના રોજ પરત ફરશે, ગોવા પ્રવાસમાં કેટલીક મહિલાઓના પતિદેવો પણ જાેડાયા છે. ત્યારે એક નગરસેવક એવા પતિદેવને પત્ની મુકવા આવી હતી, આમ જાેવા જઈએ તો કોરી સ્લેટ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતી વ્યક્તિ છે ,પણ પતિ ગોવા જવાનું કહે એટલે ખરેખર ગોવા મનપા લઈ જાય છે, તે ચકાસવા મુકવા આવી હતી. જાેવા જઈએ તો પત્ની પિયર જાય એટલે પતિ મુકવા રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડે આવે પણ પતી જાય અને પત્ની મુકવા આવે તે સદભાગ્યે જાેવા મળે છે. ત્યારે ટ્રેનિંગ હોવાની વાતનો રદિયો આપવામાં આવ્યો છે,ત્યારે સમગ્ર ગોવા પ્રવાસમાં કેટલો ખર્ચ થશે તે તો આગામી દિવસોમાં આરટીઆઇમાં ખબર પડશે.
નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ટ્રેન કરતા પ્લેનમાં અને તે પણ ગોવા જવાનું હોય એટલે તૈયાર થઈને આવી ગયા હતા.બાકી પતિદેવો વધારેમાં વધારે પત્નિને ગુજરાતના મંદિરો અને એસટી બસ સલામત સવારી એસટી અમારી, અથવા ટ્રેન સિવાય ક્યાંય ફેરવી નથી, તો ચાન્સ મળ્યો છે, તો ગોવા જઈ આવીએ, કોરોના દરમિયાન મોટેભાગે હવાઈ મુસાફરી બંધ હતી, પણ બે વર્ષથી બહાર ન નીકળેલી પબ્લિક કેમ સ્પ્રિંગ દબાવી હોય અને ઉછળે તેમ ગોવા નગરસેવકો ઉપડી ગયા છે. ત્યારે કોંગ્રેસના વિપક્ષ તરીકે ની ભૂમિકા નિભાવતા અંકિત બારોટ, આપ પાર્ટીના તુષાર પરીખ પણ પ્રવાસે ગયા છે, ત્યારે મિટિંગમાં કાગરોળ મચાવતા અને પ્રજાના પૈસાનું પાણી થતું હોવાની ચર્ચા કરતા અંકિત બારોટ પણ ટ્રેનમાં નહીં પણ પ્લેનમાં ગોવા પ્રજાના પૈસે જ ગયા છે. ત્યારે આ પાર્ટીના તુષાર પરીખ પણ જાેડાયા છે. ત્યારે વિરોધ પક્ષના આ બન્ને કાર્યકરો તેમની ક્લિપ કોઈના ઉતારે તે ધ્યાન રાખજાે, બાકી પ્રજાના પૈસે લહેર કરો, પ્રજા ટેક્સ ભરી ને મહેર જેવો ઘાટ છે. બે વર્ષ પહેલા અગાઉના નગરસેવકો હૈદરાબાદ ખાતે પ્રવાસે ગયા હતા, તેમાં નવી સિસ્ટમની જે તાલીમ મળી હતી. સ્માર્ટ વોચ જે ખરીદવામાં આવી હતી તે ૨ હજાર નો માલ ૨૦ હજારમાં ખરીદવામાં આવ્યો હતો, ત્યારે ગોવામાં શુ વેચાય છે? શેની ટ્રેનિંગ છે? તે વિગતો હાલ ચોક્કસ સાપડી નથી, પણ પ્રજાના પૈસે શાસક પક્ષ તો ઠીક પણ વિરોધ પક્ષ પણ આ મુદ્દે ટ્રેનિંગમાં અને ટ્રેનમાં નહીં પણ પ્લેનમાં જાેડાઈ ગયો, એ હવે આપણે બેઉ સરખા વિરોધ પક્ષના નામે પડખા જેવો ઘાટ છે.