દેશમાં બ્રહ્મ સમાજ માં એકતાનો ટેમ્પો જામ્યો છે. ત્યારે યુપી વિધાનસભામાં બ્રાહ્મણોએ ઇતિહાસ રચ્યો હોય તેમ ૫૨ જેટલાં બ્રાહ્મણો ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.અને ઠાકુર એવા રાજપૂત સમાજના ૪૯,કુમિ (પટેલ) ૪૧ ધારાસભ્યો ચૂંટાયા છે. ત્યારે દેશમાં પણ બ્રહ્મ સમાજ નો ટેમ્પો જામી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મોટાભાગની મહાનગરપાલિકા , નગરપાલિકામાં બ્રહ્મ સમાજના ઉમેદવારો સૌથી વધારે નગરસેવકો બન્યા છે. પણ જાેવા જઈએ તો ગુજરાતમાં ૨૩ વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન રહ્યું છે,પણ મંત્રી તરીકે બે થી ત્રણ મંત્રી રહ્યા છે, પણ હવે પાટીદાર સમાજ બાદ એકતાનો ટેમ્પો જાે જામ્યો હોય તો તે બ્રહ્મ સમાજ માં જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં અનેક શહેરી વિસ્તારોમાં જે મહાનગરપાલિકા, પાલિકા જેવા વિસ્તારોમાં સૌથી વધારે બ્રહ્મ સમાજના ઉમેદવારો ચૂંટાયા છે, તેમાં સૌથી વધારે ભાજપમાં છે. આજ દિન સુધી બ્રહ્મ સમાજનું જાેઈએ એવું ભજન પડતું ન હતું. અને પીપુડી ઉચ્ચ કક્ષાએ વગાડવા છતાંય સંભળાતી ન હતી ,પણ હવે જે એકતા અને જે બ્રહ્મ સમાજ નો ટેમ્પો દેશમાં અને રાજ્યમાં જામી રહ્યો છે, તે જાેતાં પાટીદાર બાદ હવે બ્રહ્મ સમાજનું પણ વર્ચસ્વ વધી રહ્યું છે. ત્યારે યુપી વિધાનસભામાં પોતાની ઓછી તાકાત અંગે ચૂંટણી પહેલા પક્ષો ઉપર દબાણ ઊભું કરનાર બ્રહ્મ સમાજે યુપીમાં સૌથી વધારે બ્રાહ્મણો એ જીત મેળવી છે. આ વખતે અન્ય પક્ષોમાંથી કુલ ૫૨ જેટલાં બ્રાહ્મણો જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે. જ્યારે આ વખતે રાજપૂત ધારાસભ્યોની સંખ્યા ઘટી છે. કુલ ૪૯ ઠાકુરો ધારાસભ્ય બનવામાં સફળ થયા છે. ત્રીજા નંબર પર કુર્મી સમાજ છે. પટેલ અને વર્મા જાતિના કુલ ૪૧ સભ્યો ધારાસભામાં પહોંચ્યા છે. ત્યાર પછી મુસ્લીમ સમાજના ૩૪ લોકો ધારાસભ્ય બન્યા છે. ચૂંટણીના પરિણામો પછી વિધાનસબામાં કઇ જાતિ અને ધર્મનું કેટલું પ્રતિનિધીત્વ છે તે જાણવાની બધાને દિલચસ્પી હતી. નવા ધારાસભ્યોનું જાતિ અનુસાર વિશ્લેષણ કરતા ખબર પડી કે ફરી એકવાર બ્રાહ્મણોનો દબદબો જળવાઇ રહ્યો છે. સંખ્યાબળની વાત કરીએ તો ભાજપામાંથી ૪૬, સપાના પાંચ અને કોંગ્રેસમાંથી એક એમ કુલ બાવન બ્રાહ્મણ ધારાસભ્યો ચુંટણીમાં જીત્યા છે.