પાપી પેટકા સવાલ હૈ સબ કા એક જૈસા હાલ હૈ, પેન્ટ ને થીંગડું મરાય ભાઇ, પેટને થોડું મરાય છે. તસ્વીરમાં ચંપલ બૂટના ડોક્ટર એવા કસબી તડકામાં તપી રહ્યા છે, છત્રી છે, પણ તાપ સામે જાેઇએ એવો છાંયડો તો આપી શકવાની નથી, ત્યારે આ કારમી મોંઘવારીમાં ગમે તેટલો તાપ પડે, પછી ભલે ને ૪૮ ડિગ્રી જ કેમ ન થાય? માટે તો ગ્રાહકની રાહ જાેઇને બેસવું જ પડશે, સાંજે રોટલો કેમ ખાવો? રોજબરોજ હજારો ગાડિઓ ઘ-રોડ ઉપરથી નીકળતી હોય છે, ac માં બેસીને ગામની ઠેસી ઉડાવતાં, આ શ્રમજીવી સામે પણ જાેશો, આજના યુગમાં મોંઘવારીએ માઝા મૂકી છે.ત્યારે ઘરના તમામ સભ્યો કામ કરે ત્યારે ભરપેટ ખવાય, બાકી વાતોના વડા જ થાય, ત્યારે વાતો કરીને અને સાંભળીને પેટ ભરવું પડે, આવનારા દિવસોમાં જેમ ગાડીઓ જુની થઇ જાય એટલે લોકો નવી ગાડિઓ લઇ આવે, પણ જાેડાને ચાવવું કરવામાં આવશે તો આ શ્રમજીવી ક્યાં જશે? ત્યારે જાેડા ગમે તેટલા મોંઘા દાટ લો, તુટે, ફાટે એટલે આ ડોક્ટર જ કરી આપે, બાકી આ ડોક્ટર ન હોયતો શું? મોંઘવારીની ગાડીમાં નવા જૂતા લાવવા પડે તો ખર્ચ કેટલો થાય? ત્યારે રીપેરીંગ કરીને બીજા વર્ષ કાઢી આપે એ જૂતાના આપણા ડોક્ટર, ત્યારે રીપેરીંગ નો ખર્ચ મમૂલીમાં એની તો ગાડી ચાલે પણ સામે વાળાના મોંઘા જૂતા ન ખરીદવા પડે તેની પણ ગાડી ચલાવી આપે એ આ ડોક્ટર, ત્યારે આજના યુગમાં આ લોકોની પરીસ્થિતિ ભારે કથળી છે, પહેલાં લોકો બૂટમાં પાલીસ કરાવતા હતા, હવે પાલીસ તૈયાર આવતાં આ ધંધામાં પણ મંદી આવી ગઇ છે. ત્યારે હવે રીપેરીંગ, સીલાઇ કરીને રોજનો રોટલો રળી ખાય છે, આવનારા દિવસોમાં મશીનની શોધ થઇ જશે પછી શું? ભગવાન કરે આ શોધ ન થાય, બાકી દેશમાં કેટલા લોકો બેકાર બનશે, ત્યારે આ શ્રમજીવીને ધમધગતા તાપમાં જે છત્રી નીચે બેસીને રોઝી કમાવા તપી રહ્યો છે, ત્યારે નાનું મોટું કામ હોય તો કરાવો આમની પાસે, આ એક સેવાજ છે.