એ બા આવ્યા… એ બા આવ્યા…

Spread the love

માં એ માં ,બીજા બધા વગડાના વા, તસવીરમાં માંડીને તેમનું મૂડીનું વ્યાજ સામાન ઉચકીને હાથ પકડીને મંઝિલ તરફ લઈ જઈ રહ્યો છે. ત્યારે માને હંમેશા દીકરો આવતો વહાલો લાગે, આવી ગયો બેટા ,ત્યારે ઘરડાઓને સૌથી વધારે મૂડી કરતાં વધુ વ્હાલુ વ્યાજ હોય છે ,તે દીકરાના દીકરા, ત્યારે કહેવત છે કે મા કોઈની મરશો નહીં ,જનની સખી નહી મળે રે લોલ, આજના યુગની પેઢી ભલે ઘરડાઓને કહી સમજતી ન હોય પણ ભાઈ આટલે સુધી પુગાડીયા , તે નાની સૂની વાત નથી, શું હતું ,આજે શું છે? તે માડી ના આશીર્વાદ વગર કશું મળતું નથી ,તસવીરમાં દીકરાના દીકરા એવા પુત્ર થી વધુ માડી નો થેલો પકડીને તેમનો હાથ પકડ્યો છે, મૂડી કરતાં વ્યાજ હાથમાં આવતા માડીમાં પણ પાવર આવી ગયો છે, ત્યારે આ તસવીર ઘણું જ બધું કહી જાય છે. બા જાત્રાએ જઈને આવ્યા પણ તેમની જાત્રા અને યાત્રા દીકરા, દીકરી અને વ્યાજને જુએ એટલે પૂરી થઈ જાય, તસવીરમાં શારદાબા આજે હયાત નથી, પણ ભણકારા હજુ સંભળાય છે, ચિંતા, ટેન્શન બધુ ભલે માડી લે, પણ હરખ અને ખુશી તો પરિવાર માટે જ હોયને ,આજે લોકો જાત્રા અને યાત્રા કરવા જાય છે, તે પોતાના માટે નહીં, પરિવાર માટે ,અમારી તો જિંદગી ભાઈ ગઈ ,પણ આવનારી પેઢી એટલે કે પોતાના પરિવારની જિંદગી સારી જાય તે માટે જાત્રા અને યાત્રા કરતા હોય છે. ત્યારે આજના યુગમાં જે ઘરડાઓ છે, તેમને પૂછો ,કાંઇ જાેઈએ છે ,ભજીયા ખાવા છે ?નાસ્તો કરવો છે ?ઉંમર થાય એટલે બધું ખાવાનું મન થાય, એકવાર પૂછો, ત્યારે ના પાડશે પણ ખાવાની હા નહીં પાડે ,તો લાવી દો, બે ના બદલે ચાર ખાશે ,આ ઉંમરે ટેસ્ટફુલ બનાવે તો પણ તકલીફ, ત્યારે જાય ક્યાં? ભાઈ જેમના ઘરે વડીલો છે, તેમને રોજ જાદુની ઝપ્પી આપો, ફોન કરો ,તેમની વાત સાંભળો, જુઓ વડીલોને દવા લેવા નહીં જવુ પડે ,ટેન્શન, દુઃખ,દર્દ આપણે જ ઊભા કરેલા હોય છે ત્યારે હંમેશા અંતર ઠારતા વડીલો સાથે જીવી લો …પછી દુનિયામાં ક્યારેય આવો મોકો નહીં મળે…નસીબદાર હોય છે, જેમના ઘરે વડીલો, ઘરડાઓ છે…સમજે એના માટે ઘણું જ છે…ના સમજે એના માટે કશું જ નથી ……આજે ઘરડા ઘરો ખુલ્યા .કોના માટે ? અમીરો અને સારું ભણેલા-ગણેલા ના માબાપો ઘરડાઘરમાં છે ,અને અંગૂઠાછાપ એવા અભણો ના માબાપ ઘરમાં છે, પછી ભલેને ઘર ખોલી જેટલું હોય અને ભરેલા, કમાઉ, પૈસાપાત્ર, બંગલાગાડી હોવા છતાં મા-બાપ ઘરડા ઘરમાં? ગરીબનું ઘરડાઘર નથી? કેમ? ખોલી હોવા છતાં મા જાેડે અને બંગલા મોટા અને રૂમો ૧૦ હોવા છતાં મા-બાપ ઘરડા ઘરની ખોલીમાં ,આ શું યોગ્ય છે, ત્યારે આ તસવીર જાેઈને લઇ આવો જેમના માબાપ ઘરડા ઘરમાં હોય તે અને દીકરાના દીકરાને રમવા દો, આનાથી મોટી સુવિધા અને સિક્યુરિટી કોઈ નથી, દીકરાઓ માટે ની સિક્યુરિટી એ માં જ છે. ભુખ્યો ક્યારે દીકરો, મા હોય તો સુવે ખરો ? હંમેશા પરિવારની ચિંતા કરતી ‘‘મા એ માં બીજા બધા વગડાના વા’’. લેખક ઃ- પંકજ આહિર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com