ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત કરાઇ

Spread the love


રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ તેમજ સરકારી ડોક્ટરો દ્વારા આજે વિવિધ પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પ્રદર્શન યોજી તાત્કાલિક પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે સરકાર સમક્ષ માંગ કરાઈ છે. ત્યારે સત્યાગ્રહ છાવણી એકઠા થયેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી છે.
ગુજરાતના ૧૦ હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ડૉક્ટર્સની સાથે આરોગ્ય કર્મચારીઓનું પણ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મહત્વનું છે કે, આરોગ્ય કર્મચારીઓ અને તબીબો જૂની માંગણીઓ ન સંતોષતા આજે વિરોધ પ્રદર્શનનું રૂપ લઈ ચુક્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩ વર્ષથી આરોગ્ય કર્માચારીઓ ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રિય ફેરણી ભથ્થાની માંગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા, તથા જૂની પેન્શન યોજના લાગૂ કરવી અને પ્રમોશન સહિતની માંગણીઓ કરી રહ્યાં છે.
ગુજરાતના ૧૦ હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ડૉક્ટરો પોતાની માંગણીઓ ઉકેલવાની માંગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે.
હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, ય્સ્ઈઇજી ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, ય્સ્જી કલાસ ૨ મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ઈજીૈંજી ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે.
બીજી તરફ આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ કરી છે કે નર્સ, એફએચડબ્યુ, લેબ ટેક્નિશિયન , સ્ટાફ નર્સ જેવા અલગ અલગ ૭ સર્વગનાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા છે. અગાઉ ત્રણ ત્રણ વખત રજુઆત કરવા છતાં માંગણીઓ સંતોષવામાં આવી નથી. ગ્રેડ પે વધારવો ૧૯૦૦ના જૂના ગ્રેડ પેને ૨૮૦૦ કરવો, જૂની પેશન યોજના લાગુ કરવી, પ્રમોશનો સહિતની માંગણીઓનો આજદિન સીધું નિવેડો સરકાર દ્વારા લાવવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com