આપના સાયન્ટિફિક સર્વે રિપોર્ટ પ્રમાણે આપ પાર્ટીને ૫૮ સીટો પર વિજય મળી શકે છે
અમદાવાદ
રાજ્યસભાના સાંસદ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રભારી પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકે પ્રેસને સંબોધન કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો દિલ થી આભારી છું કે મને ગુજરાતના પ્રભારી તરીકે જવાબદારી સોપી. પ્રભારીનો મતલબ એ છે કે રાજ્ય ના પ્રદેશના નેતાઓ સાથે રહીને આગળ ની રણનીતિનું આયોજન કરવું એનું નિર્વહન કરવું . ગુજરાત એક પ્રગતિશીલ દિશામાં માનતુ રાજ્ય છે, અહીંયાની જનતા પ્રગતિશીલ છે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષ થી ભારતીય જનતા પાર્ટીનું સાશન છે, હવે ગુજરાત ની જનતા બદલાવ ઈચ્છે છે, અને બદલાવ તરફ જોઈ રહ્યા છે. કોંગ્રેસ બદલાવ કરવાની સ્થિતિમાં નથી.
તો પ્રશ્ન ત્યાં થાય છે બદલાવ આવશે કેવી રીતે ? એટલે આજે ગુજરાતની જનતાની બધી આશા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર નિર્ભર છે.પરંતુ અહીંયા કોઈ પાર્ટીને હરાવાનો ઉદ્દેશ નથી અહીંયા તો વાત જનતા ને જીતાડવાની છે,
ગુજરાતમાં સારી સ્કૂલો બને, સારી હોસ્પિટલો બને તેમજ યુવાનોને રોજગારી મળે આજે ગુજરાત માં ઓછા માં ઓછું વેતન ૨૦૦ રૂપિયા છે એ કેવી રીતે ચાલી શકે ? એટલે અમારો ઉદ્દેશ કોઈને હરાવાનો નથી પરંતુ જનતા ને જીતાડવાનો છે.
અમે ગુજરાતમાં ચૂંટણીમાં નંબર ૧ પર આવા માટે લડી રહ્યા છીએ, અને એ પણ જનતા નક્કી કરશે.
તાજેતરમાં જ સરકાર ની એક એજન્સીનો રિપોર્ટ આવ્યો છે અને એના કેહવા પ્રમાણે આમ આદમી પાર્ટી ૫૫ સીટો પર જીત મેળવી શકે છે, એવું ભાજપની જ અંદરૂની એજન્સીનુ કહેવુ છે , તેમજ આમ આદમી પાર્ટીના સાયન્ટિફિક સર્વે રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ને ૫૮ સીટો પર વિજય મળી શકે તેમ છે. મત ક્યાંથી મળશે એ પણ જણાવુ છે કે આજે ગામડામાં જનતા નું એવું કહેવુ છે કે અમે મત આમ આદમી પાર્ટીને આપીશુ. શહેરી મઘ્યમ વર્ગ (EWS)દિલ્હી સરકારના કામ જોઈને પ્રેરિત થઈને સારી શાળા સારા દવાખાના,મેહિલાઓં માટે ફ્રી બસ ની સુવિધાઓ આપી છે , તો (EWS) મઘ્યમ વર્ગ આમ આદમી પાર્ટી ને જ મત આપશે, જે બદલાવ ની રાહ જનતા જોઈ રહી હતી એ બદલાવ આવીને રહેશે.