ગુજરાતમાં સરકારી નોકરી અપાવવાના બહાને ટોળકીએ ૮૧ લોકોને છેતરી ૩.૨૫ કરોડ જેટલી રકમ ખંખેરી : યુવતી સહિત ત્રણની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

*આરોપીઓ (ડાબે થી જમણે)*

1) પૂજા ગફુરજી ઠાકોર ઉ.વર્ષ 25

2) રવિ પ્રતાપસિંહ ઓમસીંગ રાવત ઉ.વર્ષ 25

3) હરીશ ગોરુજી પ્રજાપતિ ઉ.વર્ષ 45

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલીકે ગુજરાત રાજ્યમાં તાજેતરમાં યોજાઇ રહેલ તેમજ ભવિષ્યમાં યોજાનાર સરકારી નોકરીઓની ભરતીઓના ઉમેદવારોને નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા મેળવી છેતરપીંડી કરતાં હોવાની હકીકતને ગંભીરતાથી લઇ આવા ઇસમોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને સુચના આપી હતી .આ બાબતે દાહોદ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તથા એ.એસ.પી. વિજયસિંહ ગુર્જર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદિપસિંહ જાડેજાએ આપેલ માહિતી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.જાદવ તથા પોલીસ ઈન્સ્પેકટર એન.આર. બ્રહ્મભટ્ટની આગેવાની હેઠળ સ્કોડના પો.સ.ઇ. કે.એમ.ચાવડા, પો.સ.ઈ. વી.એન.ભરવાડ, વા.પો.સ.ઈ. બી.વી.બેન્કર તથા સ્ટાફના માણસો અમદાવાદ શહેર આવા ઇસમોને શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન તા.૪/૪/૨૦૨૨ ના રોજ પોલીસ ઇન્સ્પેકટર સી.આર.જાદવની બાતમી ના આધારે ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓના કુલ ૮૧ ફોર્મ મળેલ જેમાં રાજસ્થાન ૬૦,ઉત્તરપ્રદેશ-૦૪ તથા ગુજરાત રાજયના -૧૭ ફોર્મ મળી આવેલ. તેમજ આ ૮૧ જેટલા ઉમેદવારો પાસેથી રૂપિયા ૩,૨૪,૯૦,૦૦૦/- જેટલી રકમ મેળવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી, તેમજ ગુજરાતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો ન હોવા છતાં ખોટુ ઓળખકાર્ડ બનાવી હોદ્દો ધારણ કરી ગુનો કરેલ છે જેથી મળી આવેલ ત્રણેય તથા પુરવીન્દરસિંગ ઉર્ફે કરનલ સ/ઓ જગજીતસિંગ, શાહરૂખ તે તમામ વિરૂધ્ધમાં પો.સ.ઇ. કે.એમ.ચાવડા સરકાર તરફે ફરીયાદ આપતા ડી.સી.બી પો. સ્ટે. ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૭૨, ૧૭૦, ૧૨૦ (બી) તથા આઇ.ટી એકટ ૬૬ (ડી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર સી.આર.જાદવ ચલાવી રહ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પ્રેમવિર સિંહ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પ્રેમવિર સિંહે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે હરીશ પ્રજાપતિ રાજસ્થાન તથા ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓના નોકરી વાંચ્છુક ઉમેદવારોને ગુજરાત રાજયમાં આવતી સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓની પાસેથી નોકરી અપાવવાના બહાને મોટી માતબર રકમ મેળવી રૂપિયા પડાવી લેવાનું મોટુ કૌભાંડ આચરેલ છે. તેઓ પૈકીનો રવિપ્રતાપસિંગ રાવત, રહે. બિયાવર રાજસ્થાન નાનો હાલ અમદાવાદ રીંગ રોડ દહેગામ સર્કલ દહેગામ તરફ જવાના રોડ પાસે આવી હરીશ પ્રજાપતિને મળવા માટે જનાર છે. ”જે બાતમી આધારે (૧) રવિપ્રતાપસિંગ ઓમસિંગ રાવતને દહેગામ સર્કલ પાસે ઝડપી પાડયો હતો.

તેની પાસેની લેપટોપ/બેગ/મોબાઈલ ફોન માંથી પો.સ.ઇ, લોકરક્ષક, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, આર્મી તથા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોના અરજી ફોર્મ તથા ફીની રીસીપ્ટ અંગેના આધાર પુરાવા મળી આવ્યાં હતા

જે સબંધે રવિપ્રતાપસિંગ રાવતને પૂછતાં જણાવેલ કે અન્ય સાથે મળી રૂપિયા કમાવવા સારૂ આયોજન કરી, તે આયોજન મુજબ રાજસ્થાનના અલગ અલગ જીલ્લાઓના વતનીઓ કે જે ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેવા

ઉમેદવારો શોધી કાઢી તેઓને ગુજરાત રાજયમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી તેઓની પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવેલ, આ હરીશ પ્રજાપતિએ ગુજરાત રાજ્યમાં હાલમાં ચાલતી અલગ અલગ સરકારી નોકરીની ભરતીઓમાં ઓનલાઇન ફોર્મ ભરી તે ફોર્મમાં ઉમેદવારો રાજસ્થાન રાજ્યના વતની હોવા છતાં ગાંધીનગર જીલ્લાના અલગ અલગ સરનામા ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવી (૧) પો.સ.ઇ ના ઉમેદવાર દીઠ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- (૨) એલ.આર.ડી પુરૂષ ઉમેદવાર દીઠ રૂપિયા ૫,૦૦,૦૦૦/- (૩) એલ.આર.ડી મહિલા ઉમેદવાર દીઠ ૪,૦૦,૦૦૦/- (૪) તલાટી કમ મંત્રી વર્ગ -૩ ભરતીના ઉમેદવાર દીઠ રૂપિયા ૫,૦૦,૦૦૦/- (૫) જુનિયર ક્લાર્ક (વહિવટ/હિસાબ ) વર્ગ-૩ ભરતીના ઉમેદવાર દીઠ ૨,૫૦,૦૦૦/- (૬) ઇન્ડીયન આર્મી રિક્રુટમેન્ટ ભરતીના ઉમેદવાર દીઠ ૩,૫૦,૦૦૦/- (૭) અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દાણીલીમડા અમદાવાદ ભરતીના ઉમેદવાર દીઠ ૧,૫૦,૦૦૦/- ના હિસાબે રૂપિયા મેળવવાનું નકકી કરેલ. જે આધારે સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર ખાતે જઇ તપાસ કરતા હરીશભાઇ ગોરૂજી પ્રજાપતિ તથા પૂજાને ઝડપી પાડયા હતા.

હરીશભાઇ પ્રજાપતિની ઓફિસના ટેબલના ખાનામાંથી તથા તેની પેનડ્રાઈવમાંથી લોકરક્ષક, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન તથા રાજસ્થાનના ઉમેદવારોના અરજી ફોર્મ, એડમીટ કાર્ડ, ફીની પહોંચ, ફોટા તથા સહીના નમુનાની નકલો, પ્રમાણપત્રો તથા જરૂરી કાગળોના ખાખી કવર મળી આવ્યાં હતા .

તેમજ શાહરૂખ પાસેથી પો.સ.ઇ ૧ ઉમેદવાર તથા લોકરક્ષક ના ૩ ઉમેદવારો પેટે કુલ્લે રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- મેળવી પોતાને આપેલ હોવાની કબુલાત કરેલ. તેમજ પોતે તથા રવિપ્રતાપસિંગ, પુરવીન્દરસિંગ તથા શાહરૂખે રૂપિયા મેળવેલ. તેમજ ફીજીકલ પરીક્ષામાં ૩ ઉમેદવાર નાપાસ થયેલ છતાં પાસ કરેલાનો સિક્કો મારેલ તેમજ ૧૧ ઉમેદવારોના અરજી ફોર્મ મુદત વીતી ગયા બાદ ભરેલ, તેવા ઉમેદવારોના બનાવટી ફીજીકલ એડમીડ કાર્ડ બનાવડાવી તે તમામ ઉમેદવારોના ફીજીકલ એડમીટ કાર્ડમાં પોતે બનાવડાવેલ PST PASS, PET PASS, LRD PASS, CHIP VERIFIED ના રબ્બર સ્ટેમ્પ મારી તે ફીજીકલ એડમીટ કાર્ડ ઉમેદવારોને આપી ભરોસો કેળવી તેમની પાસેથી રૂપિયા મેળવેલ હોવાની કબૂલાત કરી હતી.

પુજા ઠાકોરની પાસેના મોબાઇલ માંથી પો.સ.ઇ ભરતીના ફીજીકલ પરીક્ષાનું એડમીડ કાર્ડ મળી આવેલ. જે સબંધે પૂછતા પો.સ.ઇ.ની ફીજીકલ પરીક્ષામાં પોતે નાપાસ થયેલ હોવા છતાં હરીશ પ્રજાપતિએ પોતાને એડમીટ કાર્ડમાં ફીજીકલ પરીક્ષામાં પાસ થયેલ હોવા અંગેનો પોતાની પાસેનો સિક્કો મારી આપેલ હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસે થી રોકડ રૂ ૩,૧૦,૦૦૦/- તથા મોબાઈલ- ૭,લેપટોપ-૨, કોમ્પ્યુટર- ૨, પેનડ્રાઈવ-૨,રબ્બર સ્ટેમ્પ-૭,પોલીસ આઈકાર્ડ-૧,પોસઈ યુનિફોર્મ-૧ તથા અલગ-અલગ પરીક્ષાને લગતા ડોક્યુમેન્ટ કબ્જે કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com