અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરકારી ભરતીમાં ઉમેદવારોના ખોટા દસ્તાવેજો બનાવનાર મુસ્તફાને ઝડપ્યો

Spread the love

ફોરેન્સીક ઢબે વધુ તપાસ પો.ઈન્સ. સી.આર.જાદવ ચલાવી રહ્યા છે.

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલીકની સુચના મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી હરીશ પ્રજાપતિની પૂછપરછમાં બનાવટી ફીજીકલ એડમીટ કાર્ડ, એ.એમ.સી ફોર્મ, પોલીસ સબ ઇન્સ્પેકટરનું આઇકાર્ડ ખાડીયા ચાર રસ્તા પાસે આવેલ બુરહાન ગ્રાફીકસના માલિક મુસ્તફાએ બનાવી આપેલ હોવાની હકીકત બહાર આવી છે. જે આધારે મુસ્તફા હુસેનીભાઇ શખાવા, ઉવ.૪૩, રહે. ૭૯૦ જકરીયા પોળ, બાટા બિલ્ડીંગની બાજુમાં, રીલીફ રોડ, કાલુપુર મળી આવતાં તેની પાસેના કોમ્પ્યુટરમાં તપાસ કરતાં (૧) લોકરક્ષક ભરતીના ૯ ઉમેદવારોના ફિજીકલ ટેસ્ટ માટેના એડમીટ કાર્ડ (૨) અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના ૨ કોરા અરજી ફોર્મ (૩) પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આઇકાર્ડ (૪) બિન હથિયારી લોકરક્ષકની જગ્યાએ નિમણૂંક બાબતેનો કોલ લેટર (૫) યુનિયન બેંકના ચેક – ૪ ની સોફ્ટકોપી મળી આવેલ. જેથી ગુનાના કામે ઉપયોગમાં લીધેલ સી.પી.યુ – ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- નું કબ્જે કરી, સદરી આરોપીને તા. ૬/૪/૨૦૨૨ ના કલાક ૧૭/૪૫ વાગે ગુનાના કામે અટક કરેલ હતી.

પકડાયેલ આરોપી મુસ્તફા શખાવાની પૂછપરછમાં છેલ્લા દસેક વર્ષથી મુખ્ય સુત્રધાર આરોપી હરીશ પ્રજાપતિને તેના જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ કોમ્પ્યુટર મારફતે બનાવી આપતો હોવાનું જણાવ્યું હતું. પકડાયેલ આરોપી મુસ્તફા શખાવાએ બીજી સરકારી ભરતીને લગતા અન્ય બનાવટી દસ્તાવેજો અગાઉ બનાવી આપેલ છે કે કેમ ? તે દિશામાં ફોરેન્સીક ઢબે વધુ તપાસ પો.ઈન્સ. સી.આર.જાદવ ચલાવી રહેલ છે.

નોંધનીય છે કે ગઇ તા.૪/૪/૨૦૨૨ ના રોજ ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓમાં રાજસ્થાન, ગુજરાત તથા ઉત્તરપ્રદેશ રાજયના ઉમેદવારોને નોકરી અપાવવાની લાલચ આપી.ઉમેદવાર નાપાસ/પરીક્ષા આપેલ ન હોય તેઓના ખોટા ફીજીકલ એડમીટ કાર્ડ બનાવી તેમાં પાસ થયેલ હોવા અંગેના ખોટા રબ્બર સ્ટેમ્પ મારી ઉમેદવારો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરેલ હોય, જે બાબતે ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૭૨, ૧૭૦, ૧૨૦ (બી) તથા આઇ.ટી એકટ ૬૬ (ડી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com