GJ-18 ખાતે આઉટ શોર્શિગ કર્મચારીયો દ્વારા ૧૦૧ દિવસે આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના ત્રણ જેટલા ધારાસભ્ય ઉપવાસ પર બેઠા હતા. તો પણ પીપુડી કે પીપુડુ વાગ્યું ન હતું. ત્યારે મેયર હિતેશ મકવાણા, અને શહેર પ્રમુખે શંખ વગાડીને ૧૦૧ દિવસ બાદ આજે મંડળના પ્રમુખના પારણા કરાવ્યા હતાં. અને હડતાલ સમેટી લેવામાં આવી હતી. આઉટસોર્સ એજન્સી દ્વારા સફાઈ કરતા કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે મેયર અને શહેર પ્રમુખ રુચિર ભટ્ટે આશ્વાસન આપ્યું છે. તેમજ આ સફાઈ કર્મચારીઓને પંદર હજાર પગાર આપવા માટે કમિશનરને રજૂઆત પણ કરવામાં આવશે. તેમજ હાલના રોજમદાર કામદારોને પ્રાથમિકતા આપવાની હૈયાધારણા પણ આપવામાં આવી છે.