ભાવનગરની સરકારી શાળાઓમાં જર્જરિત દિવાલોવાળા વર્ગખંડોમાં પાયાની સુવિધાના અભાવે બાળકો અભ્યાસ કરવા મજબૂર : મનીષ સિસોદિયા

Spread the love

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા, આપ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમા કરી હતી

સરકારી શાળાઓમાં સારા શિક્ષણની વ્યવસ્થા ગુજરાત ની ભાજપ સરકાર નથી કરી શક્યા- અરવિંદ કેજરીવાલ

 

ભાવનગરના પ્રવાસ પહેલા વહીવટીતંત્ર સરકારી શાળાઓમાંથી કરોળિયાનું જાળું દૂર કરવામાં અને અન્ય જગ્યાએથી શિક્ષકોને લાવવામાં વ્યસ્ત હતું

ભાવનગર

ગુજરાત ભાજપના શિક્ષણ મોડલને ઉજાગર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા મત વિસ્તાર ભાવનગરની બે સરકારી શાળાની મુલાકાત લઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઉજાગર કરી હતી. મનીષ સિસોદિયાની ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાતની જાહેરાત બાદ ભાવનગરના વહીવટીતંત્રમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો, પ્રવાસ પહેલા ભાવનગર પ્રશાસન સરકારી શાળાઓમાંથી કરોળિયાના જાળા હટાવવા અને અન્ય જગ્યાએથી શિક્ષકોને લાવવામાં વ્યસ્ત હતું. શાળાઓની મુલાકાત લીધા બાદ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનું એજ્યુકેશન મોડલ એ છે કે શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં શૌચાલય, જમીન પર પાથરીને બેસવાની અને બેસવા માટે બેન્ચ પણ નથી. સરકારી શાળાઓની હાલત ખરાબ છે ત્યારે બાકીના ગુજરાતની સરકારી શાળાઓની હાલત કફોડી હશે. તેમણે કહ્યું કે, ગાંધીજી અને પટેલની જન્મભૂમિ ગુજરાતમાં ભાજપ સરકારે શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડાવવી જોઈએ નહીં. ભાજપે પોતાની ભૂલો સમજવી જોઈએ અને ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે કામ કરવું જોઈએ. અન્યથા આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા શિક્ષણ પર કામ કરતી સરકારને ચૂંટશે. આ અંગે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકારી શાળાઓની આ હાલત જોઈને ખૂબ જ દુઃખ થાય છે સારા શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા નથી. ગુજરાતના કહેવાતા શિક્ષણ મોડલનો પર્દાફાશ ન થાય તે માટે છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર શાળાઓની સફાઈ અને અન્ય જગ્યાએથી શિક્ષકોને ભાવનગરની સરકારી શાળાઓમાં લાવવામાં વ્યસ્ત હતું.

સિસોદિયાએ જણાવ્યું હતું કે આજે હું વ્યક્તિગત રીતે શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં આવ્યો હતો અને અહીંની સરકારી શાળાઓની મુલાકાત લીધી છે . શાળાના બાળકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. જ્યારે ગુજરાતના શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રની શાળાઓની હાલત આટલી ખરાબ છે તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત કેવી હશે. અહીંની શાળાઓમાં, બાળકોને કરોળિયાના જાળાથી ઢંકાયેલા વર્ગોમાં અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવે છે. છત અને દિવાલો જર્જરિત હાલતમાં છે. શાળાઓમાં ગંદકી જોવા મળી રહી છે. બાળકો જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબૂર છે અને ડર એટલો છે કે મારી મુલાકાત પહેલા શાળામાં 4 સ્માર્ટ બોર્ડ લટકાવવામાં આવ્યા હતા. શિક્ષણ વ્યવસ્થા જર્જરિત છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ભાજપને સલાહ આપતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ભાજપ પોતાની ભૂલો સમજીને શિક્ષણ માટે કામ કરે નહીંતર આવનારી ચૂંટણીમાં ગુજરાતની જનતા શિક્ષણ પર કામ કરતી સરકારને ચૂંટશે.

આ અવસર પર આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે ગુજરાતની સરકારી શાળાઓની આ દુર્દશા જોઈને ખૂબ જ દુઃખ થાય છે. હજુ પણ આપણે સારા શિક્ષણની વ્યવસ્થા નથી કરી શક્યા, શા માટે? દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ નહીં મળે, તો ભારત કેવી રીતે પ્રગતિ કરશે? ચાલો આપણે સંકલ્પ લઈએ કે દરેક બાળકને સારું શિક્ષણ મળવું જોઈએ, આ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com