જામનગર એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું ઉષ્માભર્યું સ્વાગત : રાષ્ટ્રપતિએ આજે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

Spread the love

જામનગર

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષા મંત્રી આર.સી.મકવાણા, કોમોડોર મારવાહા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, એર કોમોડોરસોંધી, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી દીપકભાઈ, હેમલભાઈ તથા મુરલીભાઈએ રાષ્ટ્રપતિને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું. રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું.તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હતી. જગત મંદિર ખાતે રાષ્ટ્રપતિ સાથે પૂજા વિધિમાં રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, કલેકટર એમ.એ.પંડ્યા, ડી.ડી.ઓ. ડી. જે. જાડેજા, પોલીસ વડા નિતેશ પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com