અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલીકની સુચના મુજબ પીઆઇ સી.આર. જાદવના માર્ગદર્શન હેઠળ સ્કોડના પો.સ.ઇ. કે.એમ.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન તા.૧૨/૦૪/૨૦૨૨ ના રોજ હે.કો. રાકેશસિહ તથા હે.કો.વિક્રમસિંહ સંયુકત રીતે ચોક્કસ બાતમીના આધારે આરોપી રીતેષ ક્રીષ્ણનગર ચાંદખેડા તથા રાણીપ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચીંગના ગુનાઓમાં વોન્ટેડ છે. તે પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરે છે, તેને ગૌતમભાઇના મકાન નજીકમાંથી સરદારનગરથી ઝડપી પાડયો હતો.
પકડાયેલ ઇસમની પૂછપરછ કરતાં પોતે અને જતીન ભેગા મળી સને ૨૦૨૨ના ફેબ્રુઆરી/માર્ચ માસના સમયગાળા દરમ્યાન ક્રુષ્ણનગર ચાંદખેડા તથા રાણીપ વિસ્તારમાં વાહનો સાથે ગયેલ. ચાલતી જઇ રહેલી બહેનોના ગળામાંથી સોનાની ચેઇન તોડી લીધેલ હતી, તે ત્રણેય ગુનામાં જતીન તથા સુમીત કાળા પકડાઇ ગયેલ હોવાનું, પોતે તે ત્રણેય કેસમાં વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું
જે કબૂલાત સબંધે તપાસ કરતા નીચે મુજબના ગુનાઓમા વોન્ટેડ હોવાનુ જણાઈ આવ્યું હતું. આરોપી પર કૃષ્ણનગર પોલીસ સ્ટે. માં ઇપીકો કલમ ૩૭૯ એ(૩) ૧૧૪ મુજબ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૭૯ એ (૩) ૧૧૪ મુજબ ,રાણીપ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૭૯ એ , ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કામે પકડાયેલ આરોપી તેના સાગરીત સાથે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મો.સા. સાથે જઈ એકલ દોકલ ચાલતી જતી સ્ત્રીઓના ગળામાથી ચેઈન સ્નેચીંગના કરવાની તેમજ ગાડીના કાચ તોડી તેમાંથી રોકડા રૂપીયા,લેપટોપ તથા કિમતી સામન ભરેલ બેગની ચોરીઓ કરવાની એમ.ઓ.ધરાવે છે.