અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલના સ્કર્વાડના પો.સ.ઇ. વાય. જી.ગુર્જર, પો.સ.ઈ. પી.બી.ચૌધરી, પો.સ.ઈ. એમ.એમ.ગઢવી તથા પો.સ.ઈ. એન.વી. દેસાઈ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તા.૧૨/૦૪/૨૦૨૨ ના રોજ સ્ટાફના હે.કો.ભરતભાઇ શીવરામભાઇ, હે.કો.કૌશીક ગોવિંદભાઇ તથા પો.કો.રમેશકુમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઓઢવ રીંગ રોડ પામ હોટલ પાસેથી બે આરોપીઓ ઈન્દ્રજીતસિંહ ઉર્ફે જયપાલસિંહ સુરત , લાલુરામ ઉર્ફે લાલારામ નરોડા એક સી.એન.જી રૂ.૭૦૦૦૦ની મત્તાની સાથે પકડી પાડી હતી . જે ઓટોરિક્ષા તેઓએ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતાં, સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓની પુછપરછ તપાસ દરમ્યાન તેઓએ પોતાના અન્ય સાગરિતો સાથે મળી છેલ્લા ત્રણ-ચાર માસ દરમ્યાન અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૩૮ જેટલી ઓટોરિક્ષાઓ/ટુ વ્હિલરોની ચોરી કરેલ. ચોરી કર્યા બાદ તેઓએ સુરત તેમજ હળવદ તથા તેની આજુબાજૂના વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાઓએ વેચાણ આપેલ હોવાની કબુલાત કરી હતી. તપાસ દરમ્યાન આ પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરી કરેલ ઓટોરિક્ષાઓ-૮ તથા ટુ વ્હિલર્સ-૩ મળી કુલ-૧૧ વાહનો કુલ રુપિયા ૪,૭૦,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કર્યો હતો. તેમજ અગાઉ પકડાયેલ આરોપીઓ પાસેથી પણ ચોરી કરેલ કુલ-૨૧ ઓટોરિક્ષાઓ તથા કુલ-૫ ટુ વ્હિલર્સ મળી કુલ ૧૬,૭૦,૦૦૦ ના મુદ્દામાલની રિકવર કરવામાં આવી હતી. આમ આ પકડાયેલ બંને આરોપીઓ તથા અગાઉ પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી ૩૭ જેટલાં વાહનો ઓટોરીક્ષા/ટુ વ્હિલરો મળી કુલ રુપિયા ૨૧,૪૦,૦૦૦ ના વાહનો કબજે કરવામાં આવ્યા હતા.