અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે Codeine Phosphate નશો કરતી કફ સીરપના બિન અધિકૃત જથ્થા સાથે બે ઇસમોને પકડ્યા

Spread the love

 

 

 

અમદાવાદ

હાલમાં અમદાવાદ શહેરમાં Codeine Phosphate ધરાવતી કફ સીરપનો નશો કરવાનું પ્રમાણ વધેલ હોય, જેનું બિનઅધિક્રુત રીતે વેચાણ અને હેરાફેરી કરતાં ઇસમો શોધી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી.

અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર પી.બી.દેસાઇ ની ટીમના પોલીસ સબ ઇન્સપેક્ટર જે.વાય.પઠાણ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર આઇ.એસ.રબારી તથા સ્ટાફના માણસો દ્વારા કફ શીરપના નશીલા પદાર્થોનું વેચાણ તથા હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢયા હતા.

ક્રાઇમ ટીમને મળેલી બાતમીના આધારે બહેરામપુરામાં ઓટો એસેસરીઝ નામની દુકાનની સામે આવેલ પીપળાના ઝાડ નીચેથી આરોપી પ્રકાશ ઉર્ફે ટાલી રાજુભાઇ ચૌહાણ, જીગ્નેશ ઉર્ફે ભોલુ રમેશભાઇ શકરાલાલ રાણા, માણેકચોકથી બે મીણીયાના થેલામાંથી વગર પાસ-પરમીટની ગેરકાયદેસરની અલગ અલગ કંપનીની કફ શીરપની શીલ બંધ બોટલો નંગ-૮૩ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૨૪,૮૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી.પો.સ્ટેમાં ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતાં જણાવ્યું કે પોતે બન્ને ડ્રાઇવીંગનો ધંધો કરતાં હતાં. જે દરમ્યાન બન્નેને કફ શીરપનો નશો કરવાની ટેવ પડી ગયેલ. ડ્રાઇવીંગના ધંધામાં પોતાને નફો રહેતો ન હોય કફ શીરપનો નશો કરવા પૈસા બચતા ન હોય, જેથી પોતે બન્ને જણા સઇદઅહેમદ ઉર્ફે બાચા ઉર્ફે લંગડો હૈદરઅલી સૈયદ જે સીટી પેલેસ ફલેટ ત્રીજા માળે બહેરામપુરા ખાતે રહેતા હતા. બહેરામપુરા પીરાણા રોડ ઉપર ચોરી છુપીથી બિનઅધિક્રુત રીતે કફ શીરપનુ વેચાણ કરતો હતો. બન્ને જણા તેમની પાસેથી કફ શીરપની બોટલ ખરીદ કરી નશો કરતા હોવાથી તેને ઓળખતા હતા. સઇદઅહેમદ ઉર્ફે બાચાને કફ શીરપના વેચાણ માટે માણસોને જરૂર હોય પોતે બન્ને જણા કફ શીરપની બોટલોનું વેચાણ કરવા કામે લાગેલ. સઇદઅહેમદ ઉર્ફે બાચા નાનો બન્ને ને મીણીયાના થેલામાં ગણતરી કરી કફ શીરપની બોટલો આપે તેનું બહેરામપુરા પીરાણા રોડ ઉપર બેસી વેચાણ કર્યું હતું અને રૂપિયા સઇદઅહેમદ ઉર્ફે બાચા પાસે જમા કરાવતા હતા. સઇદઅહેમદ ઉર્ફે બાચા બન્ને ને કફ શીરપની બોટલ ફ્રીમાં પીવા આપતો તેમજ એક દિવસની રૂ. ૪૦૦/- આપતો હોવાની હકિકત જણાવી હતી. સઇદ અહેમદ ઉર્ફે બાચા અમદાવાદમાં કોને કોને કફ શીરપનુ વેચાણ કરેલ છે. તે દીશામાં આગળની વધુ તપાસ પો.સ.ઇ જે.વાય.પઠાણની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com