આરોપી બંટી અને ઉર્વેશ
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના હેઠળ પો.ઈન્સ. એન.એલ.દેસાઇ તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી. જેબલીયા તથા સ્ટાફના માણસોએ તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ હે.કો. વસંતભાઇ જીવાભાઇ તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇને મળેલ ચોક્કસ બાતમીના આધારે નરોડા રોડ સૈજપુર ટાવર સામેથી આરોપી બંટી રાજેશ ઇન્દ્રેકર , ઉર્વેશ ઉર્ફે મોગી ને કબજાની રોકડ રકમ રૂ.૫,૦૦,૦૦૦ તથા એક્સેસ ટુ વ્હીલર કિ.રૂ.૭૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવ્યા હતા. જે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી . પકડાયેલ ઇસમોની પુછપરછ કરતાં ગઇ તા.૧૨/૦૪/૨૦૨૨ ના સાંજના પાંચેક વાગે પકડાયેલ આરોપીઓ તથા વિનેશ ઉર્ફે ટીપુ સાગરભાઇ બજરંગે તથા તેની સાથે આવેલ એક સ્ત્રી, ચારેય જણા બાપુનગર આંગડીયા પેઢીની દુકાનથી ફરીયાદીનો પીછો કર્યો હતો. ઓઢવ રોડ ઉપર આવેલ હોન્ડા શો-રૂમ પાસે ફરીયાદીને ઉભા રાખી સાથેની સ્ત્રીએ ફરીયાદી સાથે એક્સીડન્ટ કરી ભાગી ગયા હતા . તેવી વાતચીત કરી નજર ચુકવી રાખેલ તે દરમ્યાન બીજા ઇસમોએ એક્ટીવાની ડેકીમાંથી રૂ.૧૦,૦૦,૦૦ ભરેલ થેલી કાઢી લીધેલ હોવાની કબુલાત કરી હતી.
જે આધારે તપાસ કરતાં ઓઢવ પો.સ્ટે. માં ઈ.પી.કો.કલમ- ૪૬૧, ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયો હતો . આરોપીઓ તથા મુદ્દામાલ ઓઢવ પો.સ્ટે. તરફ મોકલી આપવા તજવીજ કરવામાં આવી હતી.