સ્માર્ટ વોચ નો ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકાર્યો જેવો ઘાટ, પ્રજાના ટેક્સની બો….. પૈ…..

Spread the love

GJ-18 સફાઈ કામદારો દ્વારા ૧૦૨ દિવસથી વધારે હડતાલ ચાલી હતી. ત્યારે ૧૦૨ દિવસ પછી મનપા પોપટ બની ગઈ હોય તેમ આગળ – પાછળ નો તમામ હિસાબ કિતાબ અને સ્માર્ટ વોચ માં પણ સેટિંગ ડોટ કોમ જેવો ઘાટ સર્જાયો છે. જે સ્માર્ટવોચ જાેવા જઈએ તો ઓનલાઇન ૨હજાર માં પણ મળી જાય, ત્યારે ચાઇના કા માલ આઈના બતાવી દીધો હોય તેમ આઉટસોર્સ માં કામ કરતા સફાઈ કામદારો ને બખ્ખા થઈ ગયા છે, ત્યારે ચાર મહિના જેટલી ચાલેલી હડતાલ બાદ તંત્ર પગચંપી જેવો ઘાટ સર્જાઈ ગયો છે. અગાઉ સ્માર્ટ વોચ ની ઉઘરાણી કરતી મનપા હવે મેના ,પોપટ બોલ બોલવા લાગી છે. ત્યારે પ્રજાના ટેક્સના નાણાં સ્માર્ટ વોચ અને વટ પાડવા ગયેલું તંત્ર પાછુ પોપટ બન્યું અને બીજાે પાંચ-સાત કરોડનો ફટકો, ત્યારે ,પ્રજાના પૈસાનું પાણી નહીં તો શું?
જી.એમ.સી.માં સફાઈ કામદારો જે ત્રણથી ચાર મહિના સુધી કપાત પગાર ઉપર હતા ,તેમને કપાત પગાર મળશે. સફાઈની એજન્સીઓને લાડવા થઈ જશે ,વહીવટી તંત્ર એ વટ પાડવા અને કડક ભાષા બાદ હવે સેટિંગ ડોટ કોમ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ,આટલા દિવસમાં સફાઈ કામદારો ના બે જ મુદા હતા ,તેમાં સ્માર્ટ વોચ અને એજન્સી દ્વારા પગાર કાપી લેવામાં આવે છે. સ્માર્ટ વોચ ના કારણે કેટલા કલાક કામદાર કામ કરે છે તે ચકાસણી થયા બાદ પગાર મૂકવામાં આવતો હતો. ત્યારે કામદારો દ્વારા મોટા ભાગની સ્માર્ટ વોચ જમા કરાવી અને ખોવાઈ જવાના કિસ્સા પણ સામે આવ્યા હતા, પણ આવી હજારો સ્માર્ટ વોચ ને લટકણીયા ગાજરની જેમ આ પ્રશ્નને સેટિંગ ડોટ કોમ કરીને અમુક પ્રશ્નને લટકાવી દીધો છે .સ્માર્ટ વોચ માટે તંત્રએ એજન્સી નો કોલર પકડયો હતો. અને એજન્સીને પગાર ચુકવણી કરતી હતી, તે સ્માર્ટ વોચ ના બતાવતા કલાકો મુજબ પગાર ચૂકવવા તો હતો.
જી.એમ.સી.માં ત્રણ એજન્સી કામ કરતી હતી તેમાં છમ્,ડ્ઢમ્, ગ્રીન ગ્લોબલ આ ત્રણ સફાઈની એજન્સીઓ છે.ત્રણેય એજન્સી ભાજપના જ કાર્યકર્તાઓની હોવાની પણ પુષ્ટી મળેલ છે ,ત્યારે મોટાભાગના ભાજપના કાર્યકરો નો કોન્ટ્રાક્ટ સૌથી વધારે મનપામાં ચાલે છે. હવે મનપા ભાજપના કાર્યકરો ,હોદ્દેદારો, પૂર્વ નેતાઓ માટે દૂઝણી ગાય બની ગઈ છે. ત્યારે એજન્સીઓને માથે લમણાંમા આવેલી સ્માર્ટ વોચ અને પગાર અગાઉનો કપાત ચૂકવવા મનપા તૈયાર થઈ ગઈ તે મોટો પ્રશ્ન છે.
મેયર ,શહેર પ્રમુખ દ્વારા કામદારોની હડતાલનો સંકેલો લાવ્યા તે સારી વાત છે ,પણ અગાઉ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ઉપવાસ પર બેઠા હતા, અને અનેક વખતે આંદોલન જલદ બનાવ્યું હતું. પણ ૧૦૨ દિવસ બાદ મેયર તથા શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ ની મુલાકાત બાદ તમામ પ્રશ્નોનો ઉકેલ આવી ગયો અને સ્માર્ટ વોચ ગઈ કબાડખાનામાં અને ખોવાઈ ગયેલી ભંગાર ખાનામાં ,જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે એજન્સીઓને જે સ્માર્ટવોચ નું ધુણતુ ભૂત હવે બે ભુવાઓએ કાઢી નાખ્યું છે. ૧૦૨ દિવસના આંદોલનમાં અનેક ભુવાઓ ધૂણ્યા પણ કામ ન થયું ,ત્યારે ૧૦૨ બે દિવસ બાદ સ્માર્ટ વોચ નો પેચીદો પ્રશ્ન ,પગારમાં ૬ કરોડનું ભારણ, આ તમામ પ્રશ્નોનુ પોલ્યુશન જેવો, પ્રશ્ન નું સોલ્યુશન આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com