ડૉ. મનિષ દોશી
ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે બાળકોને આવા જાહેર ભિડના હિસ્સો – ભાગીદાર બનાવવામાંથી દૂર રાખે : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
અમદાવાદ
અમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા પરીક્ષા છોડી 10000 વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં સ્વાગત માટે ફરજિયાત બપોરે 2 વાગ્યાથી વડાપ્રધાન સાંજે 5 વાગ્યે આવે ત્યાં સુધી પ્રેક્ષક તરીકે એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ વચ્ચે ઉભા રાખવા ફરજ પડાઈ તે અંગે ભાજપ સરકાર – શિક્ષણ વિભાગની અસંવેદનશીલતા – ગુન્હાહિત કૃત્ય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ થી અનેક બાળકો પરેશાન થયા પ્રાથમિક માધ્યમિક શાળા ની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે બાળકોને આવા સ્વાગત કાર્યક્રમ માટે ફરજ પાડવી કેટલે અંશે વ્યાજબી?
સરકારને આવા ઉત્સવો અને તાયફાઓ બાળકોનો ઉપયોગ કરે, ભીડ ભેગી કરે એનાથી બાળકોની સલામતી અને સુરક્ષાને મોટો પ્રશ્ન થાય છે. એક બાજુ ૪૨ ડિગ્રી જેટલું તાપમાન બાળકો ધોમધખતા તાપમાં હેરાન પરેશાન થાય અને બીજી બાજુ ફરજિયાત પણે આવા સ્વાગત કાર્યક્રમમાં રોડ ઉપર ઊભા રાખવાની સરકારી અધિકારીઓની મનમાની કેટલે અંશે વ્યાજબી ?
આવા સંજોગોમાં હું વાલીઓને પણ વિનંતી કરું છું કે તમારા બાળકને શાળાએ પરીક્ષા ચાલતી હોય તેમને શાળાએ ભણવા માટે મૂક્યા એમને આવા જાહેર કાર્યક્રમો માટે કોના કહેવાથી લઈ જવામાં આવે છે ? કોઈપણ બાળકની જીંદગી જોખમમાં મુકાય તો કોણ જવાબદાર ? શું આવા ધોમધખતા તાપમાં બાળકોને ત્રણ કલાક કરતા વધુ સમય ઉભા રાખવા માટે શું વાલીઓની સંમત્તિ લેવામાં આવી હતી? આ બાબતે વાલીઓએ પણ જેતે શાળાના સંચાલકોને અને અધિકારીઓને પૂછવું જોઈએ .
શિક્ષણ વિભાગ દ્વારા વારંવારની આવી ઘટનાઓ બને છે સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારના કાર્યક્રમોમાં બાળકોને સુરક્ષાના કારણોસર એકત્ર ન કરવા તેવું સ્પષ્ટ આદેશ આપેલ છે. તેમ છતાં આ અધિકારીઓ વ્હાલા થવા માટે, સારું પદ-પ્રમોશન મેળવવા માટે પદનો દુરુપયોગ કરીને સંચાલકોને પણ ફરજ પાડે અને બીજી બાજુ સંચાલકો પોતાના ફાયદા માટે બાળકોનો આ રીતે જાહેર કાર્યક્રમમાં ઉપયોગ કરતા હોય છે જે ચિંતાનો વિષય છે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે બાળકોને આવા જાહેર ભિડના હિસ્સો – ભાગીદાર બનાવવામાંથી દૂર રાખે.