આપ નેતા ઇશુદાન ગઢવી , સાગર રબારી અને કૈલાશ ગઢવી
અમદાવાદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ એક ફટકો પડ્યો છે. કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીએ આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહની ઉપસ્થિતિમાં કૈલાસ ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તેની સાથે 10 જેટલા હોદ્દેદારો અને આગેવાનો તથા તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગઢવીએ ગતરોજ એક ટ્વિટ કરી હતી જેમા તેમની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દેખાયા હતા.કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. રાજ્યમાં 27 વર્ષથી અહંકારી સરકાર રહી છે. મહિલા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણમાં સરકારે કંઈ જ એવું નથી કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે આજે 27 વર્ષ સુધી કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂની સ્થિતિ સામે આવી છે. કૈલાશ ગઢવીએ ટ્વિટ કર્યુ હતુ. જેમાં હવે પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે. ચાલો કંઈક નવુ કરીએ તેમ ટ્વિટ કર્યુ છે.
સમગ્ર ટ્વિટ પર નજર કરીએ તો તેમણે લખ્યુ છે કે, સત્તા મેળવવા કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી સૌથી વધુ નુકસાન જમીન સાથે જોડાયેલા તે કાર્યકર્તાઓ થાય છે..જે દિવસ રાત મહેનત કરે છે. હવે થાક બહુ લાગ્યો છે. ચાલો કંઈક નવું કરીએ.