અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે એક તરફ ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ શહેરીજનો માટે ખૂબ જ મહત્વના આરોગ્યક્ષેત્રે સરકારની અણ આવડત અને ઘોર નિષ્ફળતાને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભાજપ સરકાર દ્વારા વોટર સપ્લાય ના નામે વિવિધ પ્રોજેક્ટ માં કરોડોનો ખર્ચ બતાવવામાં આવે છે. નવી નવી યોજનાઓ બનાવવામાં આવે છે. શહેરીજનોને ૨૪ કલાક પાણી આપવાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ વિપરીત છે. શહેરમાં જે બે કલાક પાણી આપવામાં આવે છે તે પૂરતા પ્રેશરથી આવતું નથી. ઠેરઠેર પાણી નથી આવતું નથી ફરિયાદો થાય છે. જ્યાં પાણી આવે છે ત્યાં પ્રદુષિત પાણીની સમસ્યા જોવા મળે છે જેના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે જે બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો તથા તંત્ર જવાબદાર છે. સરકાર દ્વારા સ્વચ્છ અમદાવાદ સ્વસ્થ અમદાવાદ ની સુફિયાણી વાતો કરવામાં આવે છે જેની સામે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતા કેટલા આંકડા નીચે મુજબ છે.
શહેરના સાત ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટર માં પાણીજન્ય રોગચાળાના તા. ૦૧.૦૩.૨૦૨૨ થી ૨૦.૦૪.૨૦૨૨ સુધીના સમય ગાળા ના દર્દીઓની વિગત
ઉપરોક્ત આંકડા સાફ દર્શાવે છે કે શહેરના દરેક ઝોનમાં પાણીજન્ય રોગ તાવ અને ઝાડા ઊલટીના કેસોમાં અભૂતપૂર્વ વધારો જોવા મળે છે સાત ઝોનમાં તાવ ના કેસ અને ઝાડા ઉલ્ટીના કેસ ફક્ત અને ફક્ત અર્બન હેલ્થ સેન્ટરઓના છે. જ્યારે બીજી મ્યુનિસિપલ હોસ્પિટલ તથા હજારો ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલોમાં આ કે શું કેટલી મોટી સંખ્યામાં થાય તે વિચારવાનો પ્રશ્ન છે.
કરોડો રૂપિયા ના વોટર પ્રોજેક્ટ ના કામો કરવાનો દાવો કરાય છે પરંતુ શહેરીજનોની પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. શહેર ના તમામ ઝોન માં પ્રદુષિત પાણી ની સમસ્યા થી નાગરિકો પરેશાન છે. પીવાનું પાણી પણ પ્રદુષિત હોવાનું જણાય છે જેના કારણે રોગચાળા માં ખુબ જ વધારો થાય છે
કોંગ્રેસ પક્ષ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે વિકાસના પોકળ દાવાઓ કરવાનું બંધ કરી વાસ્તવિકતામાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવો .