આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને AAP નેતા ઇશુદાન ગઢવીએ પણ આ જ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો.
રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ગઈકાલે ખાનગી શાળાની મનમાની ના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો : આમ આદમી પાર્ટી
અમદાવાદ
નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યારથી ખાનગી શાળાઓએ ફીમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. પુસ્તકો અને ડ્રેસ ક્યાંથી ખરીદવો તે પણ પ્રાઇવેટ શાળાઓ નક્કી કરી રહી છે. આવી મનમાની ચાલતી હોવાના કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. સરકારી શિક્ષણને બદઇરાદા પુવઁક બરબાદ કરવામાં આવ્યુ છે ! ગુજરાતની તમામ ખાનગી પ્રાથમિક, માધ્યમિક, કોલેજો અને યુનિવર્સિટીઓ મોટાભાગની માલિકી અથવા ભાગીદારી ભાજપના નેતાઓ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને કોપોઁરેટરોની છે. તાજેતરમાં એક મોટો કિસ્સો નજરમાં આવ્યો છે કે સૌરાષ્ટ્રની 4691 ખાનગી શાળાઓએ 5-10% ફી વધારો કર્યો છે. ફક્ત રાજકોટમાં જ 1500 ખાનગી શાળાઓએ ફી વધારો કર્યો છે. રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ગઈકાલે એક ખાનગી શાળાની મનમાનીના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટી ઘણા મહિનાઓથી માંગ કરી રહી છે કે ગુજરાતમાં શિક્ષણના નામે જે ધંધો થઈ રહ્યો છે તે બંધ થવો જોઈએ. FRCમાં ગુજરાત સરકારે બનાવેલા નિયમો અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. કોઈ શાળા સંચાલકને સરકારનો ડર નથી કે વહીવટીતંત્રનો ડર નથી.
આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને AAP નેતા ઇશુદાન ગઢવીએ પણ આ જ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જે બાદ AAP દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ગઈકાલે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં વિધાનસભા ધેરવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમ છતાં હજુ સુધી આ મામલે કોઈ ઉકેલ આવ્યો નથી. પરંતુ આમ આદમી પાર્ટી હવે ગુજરાત સરકાર પાસે જવાબ માંગી રહી છે કે આ બાબતે જલદી કોઈ નક્કર પગલાં લેવામાં આવે નહીં તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરશે.