મહેકમનો મુદ્દો પુરવણી રૂપે લાવીને ડબ્બામાં પૂરી દીધો જેવો ઘાટ, મહેકમની માહિતી ફક્ત ને ફક્ત કમિશ્નર, ચેરમેન સિવાય કોઈની પાસે નહિ, બાકી સિંધવ-મીઠું ખરું?

Spread the love

GJ-18 એવા મનપામાં ભાજપની ૪૧ સીટો સાથે ભવ્ય જીત મળ્યા બાદ વિરોધ પક્ષ જેવું રહ્યું નથી, ત્યારે ભાજપમાં જે ૩૮ નગરસેવકો છે, તેમાં કોઈ કશું બોલતું નથી, પ્રથમ મીટિંગ સામાન્ય યોજાતા પહેલા જ રાયસણ સ્થિત ભાજપ કાર્યાલયે મિટિંગને આખરીઓપ આપ્યા બાદ સામાન્ય સભા ફક્ત કોંગ્રેસ અને આપ પાર્ટી માટે જ રાખવામાં આવી હોય તેવું લાગે છે. ત્યારે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં જ્યાં ગ્રામ પંચાયત હતી, ત્યાં હાલ મનપા આવી જતા ત્યાં જે સ્ટાફ હતો તેનું સોલ્યુશન વગર ભરતીએ કાયમી કરવાનું ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા મનપાની સામાન્ય સભા મળી હતી.
ટૂંક જ સમય પહેલા મનપાની સામાન્ય સભા મળી હતી. જેમાં પુરવણી રૂપે મહેકમનો મુદ્દો લાવવામાં આવ્યો હતો. જેને લઈ વિપક્ષ નેતા અંકિત બારોટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગાંધીનગર મહાનગર પાલિકાનો વહીવટ દિવસેને દિવસે કથળતો જાય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજાના કામ થતાં નથી. પરંતુ લોક પ્રતિનિધિઓ દ્વારા સુચવેલા કામો પણ હવે થતા નથી. એક ચૂંટાયેલ પ્રતિનિધિ કોઈ માહિતી માગે તો કર્મચારી અધિકારી કોઈ પ્રત્યુત્તર આપતા નથી. ઉપરાંત GPMCACTની કલમ (ક)-૪૪ મુજબ ચુંટાઈ આવેલ કાઉન્સિલર મહાનગર પાલિકાના વહીવટ અને માળખાને અનુલક્ષી કોઈ પણ માહિતી માગે તો તેને અધિકારીઓ તરફથી સાત દિવસમાં જવાબ આપવાની જાેગવાઈ છે. પરંતુ મનપાના અધિકારીઓ ગુલામ બની કટપુતળીની જેમ કામ કરવા ટેવાય ગયા છે. અને કાયદાને પણ ધોળીને પી ગયા છે. કાઉન્સીલરોના પ્રશ્નોના જવાબ ન આપવામાં તેઓના ભ્રષ્ટાચારના પાપ છાપરે ચડીને પોકારે છે. જાે આ ભ્રષ્ટ અધિકારીઓ હવે જી.પી.એમ.સી એક્ટ મુજબ સભાસદના પ્રશ્નોના જવાબ નહીં આપે તો અમે કાયદો હાથમાં લઇ આવા અધિકારીઓ પર તવાઈ બોલાવી શું અને મહાનગરપાલિકાની કચેરીમાં આવા અધિકારીઓને આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ખુલ્લા પાડીશું. ગત સામાન્ય સભામાં જે પ્રકારે મહેકમને મંજુર કરવામાં આવ્યું. કોઈપણ પ્રકારના વિરોધ કે સમર્થનની નોંધ વિના એકદમ ગેરવ્યાજબી બાબત છે. કોનું હીત સાચવવા આ પ્રકારની પૂરવણીમાં મુદ્દો લઈ મહેકમ મંજુર કર્યું તે તપાસનો વિષય છે.વધુમાં આ મહેકમની નકલ અંકિત બારોટ ઘ્વારા આજથી ૨૦ દિવસ પહેલા અભ્યાસ માટે માંગેલ હતી. પરંતુ આજ દિન સુધી તેની નકલ પણ મળેલ નથી.
ભાજપમાં પણ ઉકળતો ચરૂ હોય તેમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અંદરોઅંદર ઉહાપોહ અને ખટરાગ જે રીતે વધી રહ્યો છે, તે આવનારા દિવસોમાં બહાર આવશે, ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અને આપ જે હો હા કરી રહી છે, તે આવનારા દિવસોમાં વિપક્ષ ભાજપમાંથી ઉભો થાય તેવી શક્યતા જાેવાઇ રહી છે. ત્યારે મહેકમ ના મુદ્દાને કારણે અનેક લોકોના પ્રમોશન ઉપર તરાપ પડે તો નવાઈ નહીં ,અનેક કર્મચારી-અધિકારીઓ માં મહેકમની નકલ મેળવવા માટે ઉત્સુકતા છે, પણ ચંડાળ ચોકડી દ્વારા આ મુદ્દે નકલ એવી જગ્યાએ મૂકવામાં આવી છે કે બેંકનું જે લોકર હોય તેમાં મૂકી દીધી હોય તેવું લાગે છે ,ત્યારે બેંક લોકર માં આ નકલ મેળવવા જતાં લોકઅપમાં પુરાવા જેવો સીન થાય તેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com