GJ-18 સફાઇ કામદારોની ૧૨૦ દિવસ કરતાં પણ વધુ હડતાલ ચાલી હતી. ત્યારે આ હડતાલને સમાધાનના પ્રયાસરૂપે મેયર હિતેશ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટે આગેવાની લઇને તેમના પગાર, ભથ્થા વધારા માટે પોઝીટીવ વલણ અનાવતાં આખરે હડતાલ પ્રમુખ દ્વારા સમાપ્ત કરવામાં આવેલ હતી.વધુમાં થોડા દિવસ બાદ આ પ્રશ્ને નિરાકરણ ન આવતાં આખરે કામદારના પ્રમુખ દ્વારા ૨ મે નાં રોજ પડતર માંગણીઓને લઇને સફાઇ કામદારોએ દવા પીવાની ધમકી ઉચ્ચારી હતી, તેના સંદર્ભે આજરોજ ચેરમેન તથા ડે. કમિશ્નરની ઉપસ્થિતમાં બેઠક થયેલ જે બેઠક તમામ માંગણીઓ કદાચ ન સ્વીકારતાં અથવા લોલીપોપ આપવાની મુદત આપતાં ત્રણ સફાઇ કામદારોએ ઝેરી દવા ગટગટાવી હતી. અને GJ-18 સિવિલ મુકામે તાત્કાલિક કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
– સફાઇ કામદારોમાં જે લોકોએ દવા પીધી તે વ્યક્તિના નામ નીચે મુજબ છે.
– ચંદ્રકાંન્ત સોલંકી, ભદ્રેશ ગોહિલ, કિરણ સોલંકી