આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ઘણા બધા સામાજિક સંગઠનો, વેપારી સંગઠનો અને નાના મોટા સંગઠનોએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે: ગોપાલ ઇટાલિયા
રાજકોટ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ રાજકોટમાં મીડિયાને સંબોધતાં કહ્યું કે જેમ સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં કામની રાજનીતિ શરૂ કરનાર અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજકોટમાં પધારી રહ્યા છે. આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આમ આદમી પાર્ટી જનતાની આશા, વિશ્વાસ અને અપેક્ષા તરીકે ગુજરાતમાં મજબૂત બની રહી છે એટલા માટે ભાજપના લોકોના પેટમાં તેલ રેડાયું છે.પણ અમારે એટલું જ કહેવું છે કે જો ભાજપ એ ખરેખર સારું કામ કર્યું હોત, જનતાનો વિશ્વાસ જીત્યો હોત અને જમીન પર પણ સારું કામ કર્યું હોત લોકોને સારી શાળાઓ, સારી હોસ્પિટલ, વીજળી, પાણી ની વ્યવસ્થા કરી હોત અને ભ્રષ્ટાચાર દૂર કર્યો હોત . અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નો ઉત્સાહ વધ્યો છે તો બીજી તરફ ભાજપની અંદર ડર વધ્યો છે.અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે રાજકોટ માં આવતા હાઈવે ઉપર ઘણી બધી જગ્યા પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા તેને ભાજપ દ્વારા તોડી-ફાડી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારી પાર્ટીના કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે પ્રચાર કરી રહ્યા છે અને લોકોને માહિતગાર કરી રહ્યા છે એ જગ્યા ઉપર જઈને ભાજપના લોકો તેમની સાથે મારામારી કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં કોઈ હિંસાત્મક ધટના ન બને તે માટે દિલ્લીના ધારાસભ્ય અને ગુજરાતના ચૂંટણી પ્રભારી ગુલાબ સિંહ યાદવ પાર્ટીના બીજા નેતાઓ સાથે મળીને ગઈકાલે રાત્રે રાજકોટ કમિશનર ની મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલના કાર્યક્રમને રોકવા માટે આયોજન કરવામાં આવ્યું છે તો અરવિંદ કેજરીવાલની સુરક્ષા અને કાર્યક્રમમાં કોઈ અજુગતી ઘટના ન ઘટે તે માટે રાજકોટ પોલીસ ખાસ તકેદારી રાખવા કાળજી લેવાય તેવી વિનંતી કરી છે. એના જવાબમાં પોલીસ કમિશનરે રૂટિન જવાબ આપતા તમામ તકેદારી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બધી વસ્તુઓથી સાબિત થાય છે કે ભાજપ ભયભીત છે તેથી સવારે ઉઠીને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રોજ ટ્વીટ્સ કરવા બેસી જાય છે.અમે એટલું જ કહેવા માંગીએ છીએ ગુજરાતને વર્ષો પછી મુદ્દાની રાજનીતિ મળી છે. ગુજરાતને વર્ષો પછી ઈમાનદાર અને ભણેલા-ગણેલા લોકોની પાર્ટી મળી છે. આજે રાજકોટ અને રાજકોટના આસપાસના વિસ્તારોમાં પણ લોકોની અંદર અરવિંદ કેજરીવાલની યાત્રાને લઇને ઉત્સુકતા જોવા મળે છે.
ગુજરાતના ઘણા બધા સામાજિક સંગઠનો, વેપારી સંગઠનો અને નાના મોટા સંગઠનોએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. અને સાથે સાથે ઘણા સંગઠનોનું સમર્થન જાહેર કર્યું છે અને ફોન કરીને પણ શુભેચ્છાઓ પાઠવી છે.