અમદાવાદ
કોચિંગ ક્લાસીસ સાથે સંકળાયેલા ૧૩ એકમોના ૪૮ સ્થળૉએ SGST વિભાગના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સર્વિસ સેક્ટર અંગે સંશોધન હાથ ધરેલ છે જેમાં સર્વિસ સેક્ટર અન્વયેના વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડતા વ્યવસાયિકો દ્વારા યોગ્ય રીતે GST ભરપાઇ કરવામાં આવે છે કે કેમ? તેની સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસ અને માર્કેટ ઈંટેલિજંન્સ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે નીચે દર્શાવ્યા મુજબના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના અને ધોરણ ૧૦ થી ૧૨ ના – વિદ્યાર્થીઓને કોચીંગ આપતા એકમો પર એકીસાથે રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી શરૂ કરેલ છે.