GJ-18 ખાતેના શ્યામ શુકલ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી, NOC ન હોવાથી લાઈટ કનેક્શન કાપ્યું
મેયરના નિવાસ્થાને લાઈટ કનેકશન કપાયું, ૪૫ ડિગ્રી ગરમીમાં મેયર નો પરિવાર શેકાયો
ફાયર સેફટી,NOC નો હોય તો તંત્ર કાર્યવાહી કરી શકે, હું મેયર હોયતો શું થઈ ગયું મારા ફ્લેટની ભલે સીલ કરાયું ઃ હિતેશ મકવાણા
ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ બનવા પામ્યો છે.ત્યારે GJ-18 ખાતે દે કોક ફ્લેટો, મકાનોને મંજૂરી તો આપી દીધી, પણ ઘણા જ એવાં મકાનો ,ફ્લેટો,દુકાનો, કોમ્પ્લેક્ષઓ છે, જય ફાયરસેફ્ટી ,ની NOC ન હોવાથી સીલ કરવામાં આવ્યા છે. ત્યારે એક વર્ષ પહેલા આદરેલી ઝુંબેશ ફરીવાર શરૂ થઈ ગઈ હોય તેમ GJ-18 ખાતેના ભાઇજીપુરા પાસે આવેલા શ્યામ શુકન એપાર્ટમેન્ટ માં ફાયર સેફટી, NOC ન હોવાથી મનપા ની ફાયર શાખાએ આજરોજ વીજ પુરવઠો બંધ કરી દેતા અનેક લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાયા હતા, ત્યારે કામ શ્યામ શુકન મેયર હિતેશ મકવાણા પણ પોતે રહે છે, ત્યારે મનપા દ્વારા વીજ પુરવઠો બંધ કરીને સીલ મારતા રહીશો અને બિલ્ડરે પિયર ને બોલાવીને આજીજી કરવા માંડ્યા હતા, કે આ ચાલુ કરાવો, ત્યારે મેં હિતેશ મકવાણા એ જણાવ્યું કે, ફાયર શાખાનું કામ જાે ફાયર સેફ્ટી અને NOC ન હોય તો જ કરી શકે, ત્યારે ફાયર સેફ્ટી અને NOCનથી તો ભલે હું અહીંયા રહેતો હોઉં, પણ આવી ખોટી ખબર પડી ભલામણ હું કરતો નથી, અને પોતે જણાવેલ કે, જે નિયમ અનુસાર થતું હોય તે તંત્રની કરવા જણાવ્યું હતું.ગાંધીનગર મેયર જે સોસાયટીમાં રહે છે એ શ્યામ સુકન સોસાયટીને ફાયર NOC બાબતે વારંવાર નોટિસો આપવા છતાં બિલ્ડર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં આખરે હાઈકોર્ટનાં દિશા નિર્દેશ અનુસાર આજેUGVCL દ્વારા આખી સોસાયટીનું લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેનાં પગલે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અત્રેનાં ૪૩૦ ફ્લેટમાં અંધાર પટ છવાઈ ગયું છે.રાજ્યમાં આગની ઘટનાઓ સામે આવતાં હાઈકોર્ટ દ્વારા આકરું વલણ અપનાવીને ફાયર ર્દ્ગષ્ઠ વિનાની હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ રહેણાંક સોસાયટી સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યાં છે. વારંવાર આગની ઘટનાઓ સર્જાતી રહે છે, જેમાં ઘણી વખત દુર્ઘટનાઓ પણ સર્જાય છે. જેનાં પગલે ફાયર વિભાગ દ્વારા પણ ફાયર NOC મામલે વારંવાર નોટિસો આપવામાં આવતી રહે છે.મૈયર નો પરિવાર પણ ૪૫ ડિગ્રી તાપમાન વીજળી વગર ગરમીમાં તે કર્યો હતો. ત્યારે તંત્રને મેયરે જણાવ્યું હતું કે, જે નિયમ અનુસાર પગલાં થાય તે લેવાના, કોઈની શરમ રાખવાની જરૂર નથી, મારુ મકાન ફ્લેટમાં હોય તો હું કોઈ જ ભલામણ કરતો નથી, અને દરેક ઘરને જાે સીલ કરવાના હોય તો પ્રથમ મારા ઘરને મારી દેશો, ત્યારે બિલ્ડરની આજીજી, કાકલુદી અને રહીશોએ મેયરની વિનંતી કરી કે તમે મેયર છો, સુચના આપશો તો જતા રહેશે, ત્યારે મેયરે જણાવ્યું કે,ખોટું નહી ચાલે, અને હું ખોટું કરવા માંગતો નથી, મેયરનો હોદો આજે છે, અને કાલે નથી, ત્યારે હું પણ તમે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, તે પરિસ્થિતિનો સામનો હું પણ કરી રહ્યો છું, ત્યારે બિલ્ડર અને પડોશીઓ નો ફોન ઉપર પણ મેરે ખોટું હોય તો કોઈ જ મદદ ન કરવાનું જણાવ્યું હતું. અને વીજળી કાપી જતા મેયર નો પરિવાર પણ ગરમીમાં શેકાયો હતો.
તાજેતરમાં જ ગાંધીનગર કોર્પોરેશનના ફાયર વિભાગે એનઓસી નહી ધરાવતી ત્રણ જેટલી સોસાયટીના લાઈટ કનેક્શન કાપવાની નોટિસ ફટકારી હતી. પીડીપીયુ રોડ પર શ્યામ સુકન, કોબા પાસે શુભ પાયોનિયર તથા કુડાસણસમાં શ્રીફળ હાઈટ્સ સોસાયટીઓને ફાયર વિભાગ દ્વારા વારંવારની નોટિસો છતાં ફાયર એનઓસી લેવામાં આવી ન હતી. જાેકે, શ્યામ સુકન સોસાયટી સિવાયની અન્ય બે સોસાયટી દ્વારા નોટિસ મળતા જ NOC લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. શ્યામ સુકન સોસાયટી દ્વારા નોટિસોની દરકાર કરવામાં આવી ન હતી. એટલે સુધી કે ફાયર વિભાગ દ્વારા વસાહતીઓને બિલ્ડીંગમાં ફાયર NOC નહીં હોવાની જાણકારી આપવામાં આવી હતી. આખરે કોર્પોરેશન તંત્રના ફાયર વિભાગ દ્વારા હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ શ્યામ સુકન સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખવા માટે લેટર પણ લખી દેવામાં આવ્યો હતો. જેનાં પગલે આજે સોસાયટીનું વીજ જાેડાણ કાપી નાખવામાં આવ્યું છે.આ અંગે સોસાયટીના મહિલા ચેરમેનનાં પતિ ગુણવંતભાઈએ કહ્યું હતું કે, ફાયર NOC માટે ગઈકાલે કાર્યવાહી શરૂ કરાઈ હતી. પરંતુUGVCL દ્વારા વીજ જાેડાણ કાપી નાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે શ્યામ સુકન સોસાયટીમાં ગાંધીનગર મેયર પોતે પણ પરિવાર સાથે રહે છે. અહીં ૪૩૦ ફ્લેટમાં પરિવારો રહી રહ્યાં છે. જે તમામના ઘરમાં અંધાર પટ છવાઈ ગયું છે.આ અંગે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા એ જણાવ્યું હતું કે, આજે મારા ઘરમાં પણ લાઈટ નથી. કાયદો બધા માટે સરખો છે. ગઈકાલે સોસાયટી વાળા આવેલા મળવા માટે પંરતુ લોકોના જીવનાં જાેખમમાં મૂકવા યોગ્ય નથી. કાયદા મુજબ ગાંધીનગરની બિલ્ડીંગોએ ફાયર ર્દ્ગષ્ઠ લેવી જરૃરી જ છે.
વીજ કનેક્શન મનપા દ્વારા બંધ કરતા શ્યામ શુકનના હજારો લોકો ૪૫ ડિગ્રી તાપમાનમાં સેકયા , ખોટું અને NOC ફાયર સેફ્ટીની ન હોય તો નહી ચલાવી લઉ, ભલે મારા ઘરની સીલ કરી દે, ત્યારે આ કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.