68 હજાર 681 વિદ્યાર્થીઓ પાસ ,કુલ 140 કેન્દ્રો પર થી પરીક્ષા, વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર લાઠી 96.12 ટકા, ઓછું પરિણામ લીમખેડા 33.33 ટકા,સૌથી વધુ પરિણામ જિલ્લામાં રાજકોટ 85.78 ટકા પરિણામ,ઓછું પરિણામ ધરાવતો જિલ્લો 40.19 ટકા દાહોદ, 100 ટકા પરિણામ ધરાવતી શાળા 64,
10 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળા 61 ટકા
અમદાવાદ
રાજ્યમાં માર્ચ-એપ્રિલ 2022માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયું છે, આ સાથે ગુજકેટ-૨૦૨૨નું પણ પરિણામ પણ જાહેર થયું છે. પરિણામો ઓનલાઈન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જોઈ શકાશે. કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.આ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી.
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના હસ્તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટ નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે મેડિકલ અને ઈજનેરીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે, મેડિકલના પ્રવેશ યુજી-નીટ આધારિત થતાં હોય છે અને સરકારી ઈજનેરી કોલેજમાં 5 ટકા બેઠકો JEEના આધારે ભરાતી હોવાથી સમગ્ર પ્રવેશ પ્રક્રિયા એક સાથે શરૂ થતી હોય છે.
ગુજકેટની ફાઈનલ આન્સર કી વેબસાઈટ પર જાહેર
18 એપ્રિલના રોજ લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત (050), કેમિસ્ટ્રી(052), બાયોલોજી(056) વિવિધ વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર એકથી લઈવે 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર કી 28 એપ્રિલ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. ફાઈનલ થયા પછી સુધારા બાદ ફાઈનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગની ઓફિસયલ વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષ 2022માં 72.2 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ કરતા આગળ રહીને બાજી મારી છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર કર્યું છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા જાહેર થયું છે. કુલ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. 68 હજાર 681 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ પરિણમા ધરાવતું કેન્દ્ર લાઠી જ્યાં 96.12 ટકા પરિણામ આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. ત્યાનું પરિણામ ફક્ત 40.19 ટકા આવ્યું છે, મહત્વની વાત એ છે કે રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 64 છે. તો 10 ટકાથી ઓછું પરિણામ આપતી શાળાનું પ્રમાણ 61 ટકા છે.ગુજરાત શિક્ષણ બોર્ડની ધો. 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા ગત તા. 28મી માર્ચથી 12મી એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. આ વર્ષે ધો. 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી નોંધાઈ છે. ધો. 12 સાયન્સમાં 95,982 રેગ્યુલર અને 11,984 રીપિટર સહિત કુલ 1,07,966 વિદ્યાર્થીઓ હતા.