આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા
ગુજરાત રાજ્યના નાયબ આદિજાતિ મંત્રી નિમિષા સુથારનું આદિજાતિનું પ્રમાણપત્ર ખોટુ છે તેથી મનસુખ વસાવાની રાજીનામાની માંગ
અમદાવાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ એક વીડિયો દ્વારા મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય આદિજાતિ મંત્રી મનસુખ વસાવાએ ગુજરાત રાજ્યના નાયબ આદિજાતિ મંત્રી નિમિષા સુથાર પાસે માંગ કરી છે કે નિમિષાબેનનું આદિ જાતિનું પ્રમાણપત્ર ખોટુ છે અને તેમના ખોટા આદિવાસી હોવાની શંકા સમગ્ર આદિવાસી સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં પણ છે. તેથી જો તેઓ ન્યાયમાં માનતા હોય તો નિમિષા બેને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. રાઠવા કહે છે કે તેમની આ માંગ સાચી છે પણ હું એ પણ ઇચ્છું છું કે નિમિષાબેનને વિધાનસભાની ચૂંટણી લડાવવાનો અને મંત્રી બનાવવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો હતો તેથી હવે જો ભારતીય જનતા પાર્ટી નૈતિકતામાં માનતી હોય તો તેમણે નિમિષા બહેનને મંત્રી પદ પરથી સસ્પેન્ડ કરવા જોઈએ. હું તમને અને ભાજપને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજ તમે જે રીતે સમજી રહ્યા છો તે નથી. આ વખતે તમામ 27 બેઠકો પર ભાજપનો સફાયો થશે અને જ્યાં આદિવાસી સમાજનું પ્રભુત્વ છે એવી 19 થી 20 બેઠકો પર ભાજપની કારમી હાર થશે.