કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર
નવી દિલ્હી
75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ ભારતીય દર્શકો માટે એક ભવ્ય આયોજન હશે કારણ કે 17 મે 2022ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ઉદ્ઘાટનના દિવસે દેશભરની સીનેજગતની હસ્તીઓ ભારતીય પ્રતિનિધિમંડળના હિસ્સા તરીકે રેડ કાર્પેટ પર ચાલશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ખ્યાતનામ હસ્તીઓની યાદીમાં દેશભરના અગ્રણી સંગીત ઉદ્યોગના સિતારા સામેલ છે. આ પ્રતિનિધિમંડળમાં નીચે ઉલ્લેખિત હસ્તીઓ પણ સામેલ છે
જેમાં અક્ષય કુમાર,એ.આર. રહેમાન ,મામે ખાન , નવાઝુદ્દીન સિદ્દીકી,સુશ્રી નયનતારા ,સુશ્રી પૂજા હેગડે,પ્ર સૂન જોશી ,આર. માધવન, કાન્સમાં રૉકેટ્રીનું વર્લ્ડ પ્રીમિયર રિકી કેજ (સંગીતકાર) શેખર કપૂર (ફિલ્મ દિગ્દર્શક)સુશ્રી તમન્ના ભાટિયા, સુક્ષી વાણી ત્રિપાઠી , સમાવેશ થાય છે.
આ વર્ષે સંસ્કૃતિ, વારસો, પરંપરા અને વિકાસ સંબંધિત ભારતના સમૃદ્ધ સ્વાદ અને વિવિધતાને સીનેમાના માધ્યમથી પ્રદર્શિત કરવાનો ઇરાદો છે. દેશના વિવિધ સામર્થ્ય અને પરિબળોનું પ્રતિનિધિત્વ કરવા માટે દેશભરના વિવિધ વિસ્તારોમાંથી આ પ્રતિનિધિમંડળના સભ્યોની પસંદગી કરવામાં આવી છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવા OTT પ્લેટફોર્મ સાથે સહયોગ; 75 ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરોને માન્યતા અને બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ. આ ભાવના સાથે જ, આ વર્ષે કાન્સ માટે કેટલીય નવી અને રસપ્રદ પહેલ કરવામાં આવી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના આ સંસ્કરણમાં કાન્સ ફિલ્મ બજારમાં ભારતના અધિકૃતરૂપે ‘કન્ટ્રી ઓફ ઓનર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે કોઇ દેશને આ સન્માન આપવામાં આવ્યું હોય અને આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે ભારત પોતાની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ભારત અને ફ્રાન્સ પણ આ વર્ષે પોતાના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યા છે.