કોસ્મેટીક સાધનો, મરી મસાલા, કપડાંની આડમાં રાજસ્થાનથી નવસારી પોસ્ટ ઓફિસ મારફતે યુ.એસ.એ.ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો
અમદાવાદ
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીની રાજ્યમાં વ્યાપેલ નશીલા પદાર્થોની બદીને ડામવા માટે લીધેલ સંકલ્પ આધારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંગ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની ગેરકાયદેસર નશીલા પદાર્થો ગાંજો, ચરસ, અફીણ, બ્રાઉન સુગર, એમડી ડ્રગ્સ વિગેરે બદીને નેસ્ત નાબુદ કરવા અને આવા નશીલા પદાર્થો વેચનાર ઈસમોને પકડી જેલ હવાલે કરવાની સુચના તથા માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલના સ્કર્વાડના પો.સ.ઇ. વાય.જી.ગુર્જર, પો.સ.ઈ. એમ.એમ.ગઢવી, પો.સ.ઈ. એન.વી.દેસાઈ તથા પો.સ.ઈ. એ.એચ.સલીયાના સ્કર્વાડના માણસો સાથે આવા ગેરકાયદેસર નશીલા પદાર્થો વેચનાર ઈસમોને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.ઈન્સ. સી.બી.ટંડેલની ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કોસ્મેટીક સાધનો/મરી મસાલા/કપડાં વિગેરેની આડમાં રાજસ્થાન પુષ્કરથી વાયા નવસારી પોસ્ટ ઓફિસ મારફતે Ketamine Hydrochloride ડ્રગ્સનો જથ્થો યુ.એસ.એ. ખાતે સપ્લાય કરવામાં આવી રહેલ છે. જે બાતમી હકીકત આધારે ફોરેન પોસ્ટના કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશ્નરને જાણ કરવામાં આવેલી અને તેમણે આ પાર્સલ હોલ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ અત્રેની ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફીસ શાહીબાગ અમદાવાદ ખાતે ત્યાંના અધિકારીઓને સાથે રાખી એક પાર્સલ ખોલેલ જેમાંથી કોસ્મેટીક સાધનો/મરી મસાલા/કપડાં વિગેરે મળી આવ્યા હતા. જેમાં ચુર્ણના બે પ્લાસ્ટીકના ડબ્બામાંથી કુલ્લે ૫૯૦/- ગ્રામ સફેદ સ્ફટિકમય પદાર્થ પાવડરના સ્વરુપમાં મળી આવી હતી.જે પદાર્થને પ્રુથક્કરણ સારુ ગાંધીનગર એફ.એસ.એલ. ખાતે મોકલી આપતાં ત્યાંથી સદર પદાર્થ કેટામાઇન હાઇડ્રોકલોરાઇડ ડ્રગ્સ હોવાનું જણાવવામાંઆવ્યું હતું. જે ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રુપિયા રૂ.૨,૯૫,૦૦,૦૦૦/- ની મત્તાની થતી હોય સદર પાર્સલ મોકલનાર રાજસ્થના એક ઈસમ વિરુધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૨૦૦૫૬/૨૦૨૨ ઘી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી) ૨૨(સી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમ ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો .
Ketamine Hydrochloride વિશે માહિતી
સદર ડ્રગને પાર્ટી ડ્રગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો મુખ્ય ઉપયોગ યુવાનો દ્વારા પાર્ટીઓમાં ઝડપી નશો કરવા માટે થાય છે. આ ડ્રગને સ્મેકની જેમ ભુંગળીથી નાક દ્વારા તેમજ એલ્યુમિનિયમ ફોઈલ પર ગરમ કરીને ધુમાડા વાટે લેવામાં આવે છે. યુવાનો દ્વારા પાર્ટીઓમાં યુવતીઓને કોલ્ડ્રીંક્સમાં કે અન્ય પીણામાં ભેળવી તેમને પીવડાવી તેમની નશાની હાલતનો દુર ઉપયોગ કરવા થાય છે. આ ઉપરાંત કેટામાઈનનો મુખ્ય ઉપયોગ ઓપરેશન વખતે દર્દીને બેભાન કરવા તેમજ પેઈન રીલીફ માટે થાય છે. આ ડ્રગ્સની આડઅસરમાં મુખ્યત્વે હધ્યની ગતિ વધવાનું/ઘટવાનું, ડબલ/બ્લર વીઝન, હાઈ/લો બ્લડ પ્રેશર છે.