ભારતના ગુહમંત્રી અમિત શાહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એવા બદઇરાદાથી પોસ્ટ કરી હતી
અમદાવાદ
અમદાવાદ શહેર તેમજ ભારત દેશમાં લોકોની સુરક્ષા અને સલામતી તથા જાહેર શાંતિ જળવાઇ રહે તે માટે કોઇ પણ વ્યક્તિ ખોટી અફવા ન ફેલાવે તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે માર્ગદર્શીકા જાહેર કરેલ છે જે અનુસંધાને કોઇ પણ વ્યક્તિ વાંધાજનક મેસેજો, પોસ્ટ, ફોટો, વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ કરી જાહેર સુલેહ શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કરતા હોય તો આવી પોસ્ટ કરનાર ઇસમોની સોશીયલ મિડીયા એક્ટીવીટી પર વૉચ રાખવા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકે જરુરી સુચના આપેલ હતી. જે અનુસંધાને પો.ઇન્સ. એચ.એમ.વ્યાસની સીધી દોરવણી હેઠળ ટેકનિકલ પો.સબ.ઇન્સ. કે.પી.પટેલના ધ્યાન ઉપર આવેલ કે, અવિનાશ દાસના ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં માર્ચ.૧૭ ના રોજ એક સ્ત્રી ઉપર રાષ્ટ્રના ચિન્હવાળુ અશોભનીયવસ્ત્ર પહેરાવેલ હોવાની વિકૃત પેન્ટિંગ પોસ્ટ કરેલ હોવાનુ જણાઇ આવ્યું હતું. આ અવિનાશ દાસ જેનું ટવીટર એકાઉન્ટ ઉપર મુંબઇ ઇન્ડિયા જન્મ ૧૪ જાન્યુઆરી વિગેરે લખેલ છે. તેમજ અવિનાશ દાસ દ્વારા તેમના ટવીટર એકાઉન્ટ મારફતે તા.૦૮/૦૫/૨૨ ના રોજ ઝારખંડના આઇ.એ.એસ.પુજા સિંઘલ કે જેઓ ભારતના ગુહમંત્રી અમિત શાહનો પાંચેક વર્ષ પહેલાનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરી ભારતના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન ભારતના ગુહમંત્રી માનનીય અમિત શાહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એવા બદઇરાદાથી પોસ્ટ કરેલ હોય તેમજ ભારત દેશની ગરીમાં ખરડાય તે રીતે ભારતના રાષ્ટ્રધ્વજના ચિત્રને વિકૃત અને બિભત્સ રીતે અપમાન કરવાના ઇરાદે પોસ્ટ કરેલ હોય જે બાબતે અવિનાશ દાસ વિરુધ્ધમાં ડી.સી.બી.પો સ્ટે પાર્ટ એ ફરીયાદ મુજબ ધી ઇ.પી.કો.કલમ ૪૬૯ તથા ધી પ્રિવેન્શન ઓફ ઇન્સ્લટસ ટુ નેશનલ ઓનર એકટ ૧૯૭૧ ની કલમ ૨ તથા આઇ. ટી.એકટ કલમ ૬૭ મુજબના ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.