ગાંધીનગર મહાનગરપાલિકાની રંગમંચ શાખા દ્વારા રંગમંચ અને વાડીઓનું બૂકિંગ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી આ સેવામાં ઉમેરો થયો છે. ગુજરાત સરકાર દ્વારા સેક્ટર 8, 24 અને 27ના રંગમંચ તેમજ સેક્ટર 7માં આવેલી લગ્નવાડી કોર્પોરેશનને સોંપવામાં આવી છે. જેથી હવે આ તમામનું બૂકિંગ પણ મહાનગરપાલિકા અંતર્ગત કરવામાં આવશે.
આ રંગમંચોનું પાટનગર વિભાગ યોજના દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ બાદ હવે આ રંગમચ અને સેક્ટર 7ની લગ્નવાડીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. જે મુજબ હવેથી રહીશોને સેકટર 8, 24, 27નાં રંગમંચ અને સેક્ટર 7ની લગ્નવાડી ભાડે મળી શકશે. ઉપરોક્ત રંગમંચ અને લગ્નવાડીના બૂકિંગ માટે માત્ર 15,000/- રૂપિયા ભાડુ, 10,000/- રૂપિયા ડિપોઝિટ તથા 50 રૂપિયા ફોર્મ ફીની અને 2000 રૂપિયા વહીવટી ચાર્જ ચુકવવાના રહેશે.
આથી ગાંધીનગરની જાહેર જનતાને આ રંગમંચ તથા લગ્નવાડીની સુવિધાનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.